સુડી વચ્ચે સોપારી જવી પરિસ્થિતિ: યુક્રેન સાથે યુદ્ધ વચ્ચે રશિયાએ ભારતને લઈને આપ્યું મોટું નિવેદન,

0

યુક્રેન-રશિયા સંકટને લઈને ભારતની ભૂમિકા ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. એક તરફ યુક્રેન, અમેરિકા અને પશ્ચિમી દેશ ભારત પાસેથી યુક્રેન પર રશિયા હુમલાની નિંદા કરવાનું દબાણ નાખી રહ્યા છે, તો બીજી બાજૂ રશિયાને પણ ભારતનો સાથ મળવાની આશા જાહેર કરી છે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં શુક્રવારે યુક્રેન પર રશિયાના હુમલાની ટિકા કરવાનો એક પ્રસ્તાવ રજૂ થવાનો છે. રશિયાની ટોચના રાજદ્વારી રોમન બાબુશ્કિને કહ્યું કે, રશિયાને આશા છે કે, ભારત આ બેઠકમાં રશિયાનું સમર્થન કરશે.

અમેરિકા અને તેના સહયોગીઓ તરફથી લાવવામાં આવતા પ્રસ્તાવના ડ્રાફ્ટમાં યુક્રેન પર રશિયાની સૈન્ય કાર્યવાહીની ટિકા કરવામાં આવશે. જો કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આ પ્રસ્તાવ પાસ થવો મુશ્કેલ છે, કારણ કે, પરિષદના સ્થાયી સભ્ય રશિયા પાસે વિટો પાવર છે. ટોચના રાજદ્વારીએ જણાવ્યું છે કે, પ્રસ્તાવને લગભગ 11 દેશોનું સમર્થન મળી શકે છે.

ભારતમાં રશિયાના સૌથી ટોચના રાજદ્વારી બાબુશ્કિને પ્રસ્તાવને લઈને કહ્યું છે કે, અમને આશા છે કે, રશિયાને ભારતીય સહયોગીઓનું પણ સમર્થન મળશે.

પ્રસ્તાવમાં ડ્રાફ્ટ દ્વારા યુક્રેનની ક્ષેત્રિય સંપ્રભુતા, સ્વતંત્રતા અને ક્ષેત્રિય અખંડતાને લઈને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પોતાની કટીબદ્ધટતા દર્શાવશે. તેની સાથે જ રશિયાને યુક્રેનમાંથી પોતાનું સૈન્ય બળ તાત્કાલિક કોઈ પણ પ્રકારની શરતો વગર પાછી ખેંચવાની માગ કરવામાં આવશે.

ભારતના વિદેશ સચિવ હર્ષ શ્રૃંગલાએ ગુરૂવારે મીડિયા બ્રિફીંગમાં કહ્યું કે, ભારત પ્રસ્તાવના અંતિમ રૂપ આપ્યા બાદ જ કોઈ નિર્ણય કરશે. તેમણે કહ્યું કે, ભારતે હજૂ પ્રસ્તાવનો ડ્રાફ્ટ જોયો નથી, પણ હજૂ તેમાં ઘણા ફેરફાર થવાની શક્યતા છે.

ભારત હજૂ પણ યુક્રેનમાં રશિયાની સૈન્ય કાર્યવાહીની આલોચના કરવાથી બચી રહ્યું છે. પછી તે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક હોય કે, યુક્રેનમાં રહેતા ભારતીય માટે જાહેર કરવામાં આવેલી એડવાઈઝરી, ભારતે રશિયાનો ઉલ્લેખ કર્યો નથી. ભારતે તમામ પક્ષોના હિતોને ધ્યાનમાં રાખીને વાત કરી રહ્યું છે.

ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પોતાના નિવેદનમાં કહ્યું છે કે, આ અફસોસની વાત છે કે, આંતરરાષ્ટ્રીય સમુદાયની યુક્રેન-રશિયા સંકટના મુદ્દાને કુટનીતિ સમાધાન કાઢવાની કોશિશ માટે થોડો વધારે સમય આપવાની માગને ધ્યાનમાં લેવામાં આવી નહીં. જો કે, એમાં પણ ભારતે કોઈ દેશનું નામ નહોતું લીધું.

ભારતના નિવેદનોને અમેરિકા અને રશિયા સાથે પોતાના સંબંધોમાં સંતુલન સાધવાની કોશિશ તરીકે જોવામાં આવી રહ્યું છે. જો કે, અમેરિકા સહિત પશ્ચિમી દેશ ભારત પર દબાણ બનાવી રહ્યા છે, તે સ્પષ્ટ શબ્દોમાં રશિયાની સૈન્ય કાર્યવાહીની ટિકા કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed