વર્લ્ડકપ માટે ટિમ ઇન્ડિયાના આ ખેલાડીનું સ્થાન નક્કી? જાણો રોહિત એ શું કહ્યું

0

ભારત અને શ્રીલંકા વચ્ચે 24 ફેબ્રુઆરીથી T20 સીરિઝ રમાશે. આ સીરિઝ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. રોહિતે સંજુ સેમસન પર પ્રતિક્રિયા આપી. તેણે કહ્યું કે ટીમ મેનેજમેન્ટ સંજુને T20 વર્લ્ડ કપ માટે સભ્ય તરીકે જોઈ રહ્યું છે. ટીમ ઈન્ડિયા માટે સંજુનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. પરંતુ તેણે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.

લખનઉમાં રમાનાર ટી20 મેચ પહેલા રોહિતે કહ્યું, સંજુ પાસે ટેલેન્ટ છે. અમે તેની કેટલીક આવી ઈનિંગ્સ ચોક્કસપણે જોઈ છે, જેને જોઈને લોકો તેના ખૂબ વખાણ કરે છે. તેની ગેમ કન્ડીશન પ્રમાણે સારી છે. અમે ટીમ ઈન્ડિયામાં તેના સ્થાન પર વિચાર કરી રહ્યા છીએ.

કેપ્ટન રોહિતે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપ વિશે કહ્યું, “જ્યારે તમે ઓસ્ટ્રેલિયા જાઓ છો, ત્યારે તમારે ચોક્કસપણે એવા ખેલાડીની જરૂર હોય છે જે શોટ બનાવવાની ક્ષમતા ધરાવતો હોય અને સંજુ સેમસન ચોક્કસપણે તે માપદંડમાં ફિટ બેસે છે.

તમને જણાવી દઈએ કે સંજુ સેમસને વર્ષ 2015 માં ઝિમ્બાબ્વે વિરુદ્ધ પ્રથમ ટી20 મેચ રમી હતી. તેણે છેલ્લી T20 મેચ જુલાઈ 2021 માં શ્રીલંકા સામે રમી હતી. તેની પાસે હજુ સુધી ઘણી આંતરરાષ્ટ્રીય મેચોમાં રમવાનો અનુભવ નથી. પરંતુ તેણે આઈપીએલમાં સારું પ્રદર્શન કર્યું છે. સંજુએ 10 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જ્યારે તેણે IPL ની 121 મેચમાં 3068 રન બનાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed