આ તો સાચે જ પુષ્પા નીકળ્યો, સુરતથી બે પુષ્પા 500 કિલો ચંદન સાથે ઝડપાયા

0

સુરતના પુણા વિસ્તારમાં SOG સાથે ATSનું સંયુક્ત ઓપરેશનમાં ચંદનનાં લાકડાનો મોટો જથ્થો હોવાની બાતમી આધારે કાર્યવાહી કરાતા 500 કિલો ચંદનનાં લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. વન વિભાગના અધિકારીઓએ આગળની કાર્યવાહી હાથધરી છે.

સુરતના ગાંધીબાગમાંથી ચંદનના બે વૃક્ષ ચોરાવાની વધુ એક ઘટના સામે આવી છે પરંતુ હજી સુધી સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી .

આ પહેલા પણ બે વખત ગાંધી ભાગમાંથી ચંદનના વૃક્ષોની ચોરી થઈ ચૂકી છે અને તેની ફરિયાદ પણ નોંધાઇ હતી પરંતુ હજી સુધી ચોર પકડાયા નથી બાદમાં પાંચ માસમાં બીજી વખત ચંદનના વૃક્ષની ચોરી થતા ચંદનના વૃક્ષ ઘટી હવે ફક્ત દસ વૃક્ષ રહ્યા છે.

હાલમાં સાઉથની ફિલ્મ પુષ્પા સમગ્ર દેશમાં ધૂમ મચાવી રહી છે સોશિયલ મીડિયા હોય કે થિયેટર્સ ફેરા મુવી ના સીન જોવાઈ રહ્યાં છે અને સોશિયલ મીડિયામાં અલ્લુ અર્જુન ના ડાન્સ અને તેના ડાયલોગ ને લગતી પોસ્ટ લોકો મૂકી રહ્યા છે.

લાલ ચંદનના વૃક્ષોની ચોરી ના આધારે આ ફિલ્મ બનાવવામાં આવી છે દરમિયાન સુરતમાં પણ ટોળકી સક્રિય થઇ છે સુરતના મધ્યભાગમાં આવેલા ગાંધી બાગ માં પણ ચંદનના કેટલાક વૃક્ષો આવેલા છે.

જોકે તે રક્તચંદન નથી દરમિયાન આ બાગમાંથી ચંદનના વૃક્ષો ચોરાવાની ઘટના પ્રકાશમાં આવી છે આ કેસમાં સૌથી ગંભીર બાબત એ છે કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આ ઘટના અંગે રસ્તામાં કોઈ જ ફરિયાદ કરવામાં આવી નથી કોઈ પણ વૃક્ષ કપાય તો તેની ફરિયાદ કરવાની પાલિકાના અધિકારીઓની જવાબદારી આવે છે .

તેમ છતાં આ ઘટનામાં હજુ સુધી કોઈ ફરિયાદ કરવામાં આવી નથી, ગાર્ડન તેમજ વોચ એન્ડ વોર્ડના અને અધિકારીઓ કાયદેસર કાર્યવાહી કરવા માટે એકબીજાને ટપલી દાવ આપી રહ્યા છે

ગાંધી બાગ માં દરેક પોઇન્ટ મળી કુલ 30 સીસીટીવી છે રાઉન્ડ ધ ક્લોક 9 સિક્યુરિટી ગાર્ડ 24 કલાક કાર્યરત રહે છે તેમ છતાં ચંદનની વૃક્ષની ચોરી અટકી નથી ગાંધી બાગ માં સુરક્ષા વ્યવસ્થા માટે સિક્યુરિટી પાછળ આ વર્ષે 3.50 કરોડ ખર્ચ થતો હોવાનું જાણવા મળેલ છે .

આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે ગુપ્તરાહે શકમંદોની પૂછપરછ કરી રહી છે આ પહેલા પણ ગાંધીબાગ માંથી ચંદનના વૃક્ષ ચોરાવાની બે ઘટના સામે આવી ચૂકી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed