સવારે તો હજી મિત્રો સાથે રમતી હતી ગ્રીષ્મા, એને ક્યાં ખબર હતી આ તેના જીવનનો છેલ્લો દિવસ છે- જોઈને રડવું આવી જશે

0

સુરતમાં ગ્રીષ્માની કરપીણ હત્યાની ઘટનાએ આખા દેશને હચમચાવી મુક્યો હતો. હત્યારા ફેનીલ ગોયાણી સામે લોકોનો રોષ હજી પણ શાંત પડ્યો નથી. સોશિયલ મીડિયા ઉપર ગ્રીષ્માને લઇ ઘણા કેમ્પેઇન ચાલી રહ્યા છે.

ત્યારે ગ્રીષ્માની હત્યા થઇ તે પૂર્વે તેણી કોલેજમાં પ્રેઝન્ટ (હાજરી) પૂરાવી રહી હતી. તેની CCTV વીડિયો સામે આવ્યા છે. ગ્રીષ્માની આ અંતિમ તસ્વીર એ બતાવી રહી છે કે, ગ્રીષ્મા કેટલી શિસ્તમાં રહીને અભ્યાસ સાથે જોડાયેલી હતી. તસવીરમાં ગ્રીષ્મા ક્લાસરૂમના CCTV ફૂટેજમાં હાથ ઉંચો કરી હાજરી પુરાવતી નજરે પડે છે.

હજુ 10 દિવસ પહેલા જ કોલેજો ઓફલાઈન શરૂ થઈ હતી અને ગ્રીષ્મા નિયમિતપણે કોલેજમાં ભણવા જવા લાગી હતી. તા.12-2-2022 શનિવારે ગ્રીષ્મા સમયસર પોતાના ક્લાસરૂમમાં પહોંચી ગઈ હતી.

સીસીટીવી ફૂટેજમાં જોઇ શકાય છે કે, તે હાજરી માટે પોતાનો હાથ ઊંચો કરે છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે કોલેજ ઓનલાઈન ચાલતી હોય શિક્ષકો તેના વિશે કોઈ માહિતી આપી શકતા નથી.

પરંતુ શિક્ષક અને તેના મિત્ર વર્તુળમાં વાત કરતાં એ વાત સપાટી પર આવી છે કે, ગ્રીષ્મા એક સંસ્કારી હતી. તેમજ તે નિયમિત કોલેજ જતી અને ફરી ઘરે જતી રહેતી હતી. તેની કોઈ ફરિયાદ ક્યારે સાંભળવા મળી હોય એવું કોઈના ધ્યાન પર નથી.

ફેનિલ ગોયાણી કોલેજના પહેલા વર્ષ સુધી ભણ્યો છે. એવું કહેવાય છે કે, તેની લફંગા વૃત્તિના લીધે તેને કોલેજમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. આ દર્શાવે છે કે, હત્યારો પહેલેથી જ અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો હતો.

એક તરફી પ્રેમ હોય કે, બીજું કંઈ ફેનીલએ એક સંસ્કારી અને જીવનમાં ભણી ગણીને પરિવારનું નામ રોશન કરવાની ઈચ્છા ધરાવતી યુવતીની હત્યા કરી છે તે નક્કી છે.

ગ્રીષ્મા પહેલાથી જ પોલીસ અધિકારી બનવા માંગતી હતી, સ્કૂલમાં જ પોલીસ કેડેટના પ્રોગ્રામમાં ભાગ લેનારી ગ્રીષ્માને સુરતના તત્કાલીન પોલીસ કમિશનર રાકેશ અસ્થાના તેમજ જોઇન્ટ પોલીસ કમિશનર આશિષ ભાટીયા અને નિપૂર્ણા તોરવણેએ પ્રમાણપત્રો આપ્યા હતા.

ગ્રીષ્માની હત્યાને લઇને શહેર તેમજ સમગ્ર દેશમાં ભારે ઘેરાપ્રત્યાઘાત પડ્યા છે. સ્કૂલ સમયથી જ વિદ્યાર્થીનિઓને ડિફેન્સની તાલીમ આપવામાં આવે તેમજ વિદ્યાર્થીનીઓ નાનપણથી જ આત્મનિર્ભર બનીને પોતાની રક્ષા કરી શકે તે માટે સ્કૂલમાં સ્ટુડન્ટ પોલીસ ક્રેડેટ અને એનસીસી જેવા પ્રોગ્રામો કરવામાં આવે છે. ગ્રીષ્માએ પણ સ્કૂલમાં સ્ટુડન્ટ પોલીસ ક્રેડેટમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ગ્રીષ્માની પોલીસ પ્રત્યેનું જુનુન અને તેના ઉત્સાહને જોઇને સુરત શહેરના બાહોશ અધિકારીઓએ ગ્રીષ્માને પ્રશંસાપત્ર અને સન્માનપત્ર આપ્યું હતું. ગ્રીષ્મા વેકરીયાએ સને-2015માં છ દિવસના સ્ટુડન્ટ પોલીસ ક્રેડેટ ( એસપીસી) પ્રોગ્રામમાં ભાગ લીધો હતો.

જેમાં સુરતના તત્કાલીન પોલીસ કમિશનર રાકેશ અસ્થાના તેમજ તત્કાલીન જોઇન્ટ પોલીસ કમિશનર નિપૂર્ણા તોરવણેએ ગ્રીષ્માને પ્રમાણપત્ર આપ્યું હતું, જ્યારે રાકેશ અસ્થાના બાદ સુરત શહેરના પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ પણ ગ્રીષ્માને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરી હતી.

ગ્રીષ્માના પોલીસ અધિકારી બનવાના સપનાને ફેનિલે એકતરફી પ્રેમ કરીને ચકનાચૂર કરી દીધા હતા. ગ્રીષ્માના ઘરે પોલીસે તપાસ કરી અને પરિવારજનોના નિવેદનો લીધા ત્યારે ગ્રીષ્માને મળેલા સર્ટિફિકેટો જોઇ પોલીસમાં પણ ગમગીની જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed