યુક્રેનથી પછી આવેલી વડોદરાની દીકરીએ જણાવી ત્યાંની વાસ્તવિકતા, જાણો અહીં

0

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલી તંગદીલી અને સંભવત;યુદ્ધ સ્થિતિને ધ્યાનમાં લઇ યુક્રેનમાં અભ્યાસ કરતા બાળકોના માતા-પિતા ચિંતિત છે . ગુજરાતી પરિવારના બાળકો યુક્રેનમાં અબ્યાસ કરે છે .

કેટલાક વાલીઓએ રાજ્યના મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી બાળકોને પરત લાવવામાં સહાયભૂત થવા મદદ માંગી હતી. દરમિયાન વડોદરાના પણ કેટલાક વાલીઓએ આ આરજ કરી હતી. હવે ધીમે- ધીમે યુક્રેનથી વિધાર્થીઓ પરત ફરી રહ્યા છે. વડોદરાની પણ એક યુવતી રવિવારે રાત્રીના યુક્રેનથી પરત આવી હતી.

યુક્રેનમાં તબીબી અભ્યાસ કરતી યુવતી આસ્થા સિંધાએ યુક્રેનની સ્થિતિ અંગે કહ્યું કે, સ્થિતિ તણાવની જરૂર છે. દરમિયાન કોલેજે કોઈ માહિતી આપી નહોતી. હાલમાં તો કોલેજે ઓફ લાઈન અભ્યાસ માટે વાત કરી છે. જો કે આગળની ગતિવિધિઓ સમય પ્રમાણે થશે.

પરીક્ષા અંગે પણ હજુ અનિશ્ચિતતા પ્રવર્તે છે. સંભવિત યુદ્ધ જેવી સ્થિતિના પગલે લોકોમાં ભય જરૂર છે. આસ્થા યુક્રેનથી પરત ફરતા પરિવારમાં ખુશીનો માહોલ છે. હવે યુક્રેનમાં પરિસ્થિતિ સામાન્ય થતાં આસ્થા ફરી અભ્યાસ માટે જશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed