હજી તો કોરોના ગયો પણ નથી ને આ નવી બીમારીના વાગ્યા ભણકારા? તંત્ર તરત આવ્યું એક્શનમાં, લેવાયું આ મોટું પગલું

0

દેશમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે બર્ડ ફ્લૂએ દસ્તક આપી છે અને મહારાષ્ટ્રના થાણેમાં સ્થિત એક પોલ્ટ્રી ફાર્મમાં લગભગ 100 મરઘીઓના અચાનક મોતથી હડકંપ મચી જવા પામ્યો છે.

ત્યારે મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ બર્ડ ફ્લૂની દહેશત વધી જવા પામી છે. જેની વચ્ચે આરોગ્ય વિભાગે ભરૂચ જિલ્લામાંથી 400 થી વધુ સ્થળેથી સેમ્પલ લેવાયા છે.

આ સેમ્પલો લીધા બાદ પુનાની લેબમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. જિલ્લામાંથી લીધેલા સેમ્પલોમાંથી સૌથી વધુ 300 સેમ્પલો આમોદ તાલુકાની પોલ્ટ્રી ફાર્મના છે. હાલ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટીંગ અર્થે મોકલાવેલા સેમ્પલોના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

હાલ ભરૂચ જિલ્લામાં બર્ડ ફ્લૂના દહેશ વચ્ચે તંત્રએ શંકાસ્પદ પોલ્ટ્રી ફાર્મ પર સેમ્પલો સાથે સઘન ચેકિંગ કરવાનું શરૂ કર્યું છે. હાલ તંત્ર જિલ્લામાંથી લીધેલા બર્ડ ફૂ્લના સેમ્પલોના રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે બર્ડ ફ્લૂએ દસ્તક આપી છે અને મહારાષ્ટ્રના થાણે સ્થિત એક પોલ્ટ્રી ફાર્મમાં લગભગ 100 મરઘીઓના અચાનક મોતથી હડકંપ મચી ગયો છે.

આ અંગે થાણે જિલ્લા પરિષદના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) ડો.ભાઉસાહેબ ડાંગડેએ જણાવ્યું કે મરઘીઓનું મોત એચ5એન1 એવિયન ઈન્ફ્લૂએન્ઝાના કારણે થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed