વિરાટ બાદ રિષભ પંત એ પણ ચાલુ સિરિઝમાંથી નામ પાછું લઈ લીધું, કારણ જાણીને ચોંકી જશો

0

ભારતીય ટીમે 18 ફેબ્રુઆરીના રોજ વેસ્ટ ઈન્ડિઝની ટીમ સામે ત્રણ મેચની T20I શ્રેણી 2-0થી જીતી હતી. જે બાદ સીરીઝની અંતિમ મેચ 20 ફેબ્રુઆરીએ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે.

પરંતુ આ મેચ પહેલા વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતને પણ આરામ આપવામાં આવી રહ્યો છે. રિષભ પંતને પણ બાયો બબલમાંથી આરામ આપવામાં આવ્યો છે. પીટીઆઈએ આ વાતની પુષ્ટિ કરી છે.

ભારતીય ટીમનો વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત, જે વેસ્ટ ઈન્ડિઝની બીજી મેચમાં જોરદાર ફોર્મમાં જોવા મળ્યો હતો અને તેણે 52 રનની ઈનિંગ પણ રમી હતી. તેને વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી ટી20 મેચમાંથી આરામ આપવામાં આવ્યો છે.

વેસ્ટ ઈન્ડિઝ સાથેની ત્રીજી T20 મેચની સાથે રિષભ પંત આગામી શ્રીલંકા સીરીઝની T20 સીરીઝમાંથી પણ બહાર થઈ ગયો છે. તેમને આરામ આપવામાં આવ્યો છે. પીટીઆઈના જણાવ્યા અનુસાર, “ઋષભ પંતને પણ બ્રેક આપવામાં આવ્યો છે, વિકેટ કીપર વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી મેચ તેમજ આગામી શ્રીલંકા ટી20 સીરીઝને પણ ચૂકી જશે”.

આ જાહેરાત પહેલા વિરાટ કોહલીને વેસ્ટ ઈન્ડિઝ સામેની અંતિમ T20 ઈન્ટરનેશનલ માટે BIO BUBBLEમાંથી આરામ આપવામાં આવ્યો છે. તેને શ્રીલંકા શ્રેણીમાં આરામ માટે કહેવામાં આવ્યું નથી.

રિષભ પંતે પણ વેસ્ટ ઈન્ડિઝ સામે 18 ફેબ્રુઆરીએ રમાયેલી બીજી મેચમાં 28 બોલમાં 52 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. જેના માટે તે જાણીતો છે. આ સાથે જ તેને મેચમાં ‘પ્લેયર ઓફ ધ મેચ’ પણ જાહેર કરવામાં આવ્યો હતો.

રિષભ પંતને ટી20 વર્લ્ડ કપ માટે વિકેટકીપર તરીકે જોવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં ખેલાડીઓને આરામ આપીને અને T20 વર્લ્ડ કપમાં તેમના સ્થાને અવેજીની શોધ કરવી, તેની પાછળનું કારણ કહી શકાય. જોકે તેને બાયો બબલથી બ્રેક કહેવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed