ગુજરાતની જ આ બે છાત્રા એ કર્યું ગૌરવભર્યું કામ, જાણીને તમને પણ ગર્વ થશે- કોમેન્ટમાં ઉત્સાહ વધારીએ

0

હાલ ભાવનગર જિલ્લાભરમાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાઇ રહ્યાં છે એમાં શાળામાં ભણતા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ પોતાનામાં રહેલી ક્ષમતાને દર્શાવી નવા નવા સંશોધન પ્રદર્શિત કરી રહ્યા છે. તેમાં ગણેશ શાળા, ટીમાણાની વિભાગ નંબર 4(પરિવહન)માં વૈજ્ઞાનિકો ધાંધલ્યા ધ્રુવીબેન પરેશભાઈ અને જાની બીનાબેન અશ્વિનભાઈની કૃતિ ઝળકી હતી. જેમાં તેમણે વાઇફાઈ બાઇક રજૂ કરી હતી.

તાજેતરમાં માઇક્રોસોફ્ટ ટીમ્સના માધ્યમથી એસ.વી.એસ. કક્ષાનું વર્ચ્યુઅલ ગણિત – વિજ્ઞાન –પર્યાવરણ પ્રદર્શન 2021-22નું આયોજન 4 (પરિવહન)ની કૃતિ સ્માર્ટ વાઈ ફાઈ બાઇક તાલુકામાં પ્રથમ નંબરે પસંદગી પામી. જેના બાળ વૈજ્ઞાનિકો ધાંધલ્યા ધ્રુવીબેન પરેશભાઈ અને જાની બીનાબેન અશ્વિનભાઈ હતાં.

સ્માર્ટ વાઇ-ફાઈ બાઇક બનાવવા માટે વાઇ-ફાઈ બોર્ડ, રિલે, કનેક્ટ વાયર અને મોબાઈલનો ઉપયોગ કરી બાઇકના અલગ અલગ ભાગો જેવા કે હોર્ન, સેલ્ફ સ્ટાર્ટ, ઈંડિકેટર્સ, હેડ લાઇટ અને ચાવીના હૉલનું જોડાણ ઇલેક્ટ્રિક ચાવીઓ સાથે કરવામાં આવે છે. બધી સ્વીચોનું જોડાણ વાઇ ફાઈ બોર્ડ સાથે કરીને વાઇ-ફાઈ બોર્ડનું જોડાણ મોબાઈલના હોટસ્પોટ અથવા પોર્ટેબલ રાઉટર સાથે કરવામાં આવે છે.

મોબાઈલ એપ્લિકેશનની મદદથી બાઇકને ચાલુ-બંધ તેમજ અલગ અલગ કાર્ય થઈ શકે છે. બાઇકને પોતાનું પોર્ટેબલ હોટસ્પોટ હોવાને કારણે કોઈ પણ સ્થળેથી નિયંત્રિત થઈ શકે છે કારણ કે તે ઇન્ટરનેટથી જોડાયેલ હોય છે. બાઇકની ચાવી ભુલાઈ જાય કે ખોવાઈ જાય તો પણ મોબાઈલ એપ્લિકેશનથી શરૂ-બંધ કરી શકાય છે.

જેથી તમારી બાઇક તમારી મરજી સિવાય કોઈ પણ ચલાવી શકશે નહીં. આ કૃતિના માર્ગદર્શક શિક્ષકો પ્રવિણભાઈ સિંદલ, રાજેશભાઈ બારૈયા અને અશ્વિનભાઈ બાંભણીયા હતાં. બંને બાળ વૈજ્ઞાનિકો તથા શિક્ષકોને ગણેશ શાળા પરિવાર વતી શુભકામનાઓ પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed