વીદેશી લાલચે તો બોવ કરી, અમદાવાદના યુવક સાથે ન થવાનું થયું – જાણીને ચોંકી જશો

0

વિદેશ જવાની લાલસા ક્યારેક ખૂબ ભારે પડી જાય છે. એક નાની એવી ભૂલ વ્યક્તિને મોટી મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આવું જ કંઈક બન્યું અમદાવાદના એક યુવક સાથે જેણે કેનેડાના વર્ક પરમીટના નામે આ ભેજાબાજો સાથે ડીલ કરી.

આ ટોળકી યુવકને કેનેડા લઈ જવાના બદલે કલકત્તા લઈ ગઈ જ્યાં તેમને રિવોલ્વરની અણીએ 3500 ડોલર, સોનાના દાગીના ઉતરાવી લીધા હતા. આ વાત આટલેથી પતિ નહીં પણ ભોગ બનનાર વ્યક્તિના પિતા પાસેથી આ ટોળકીએ 45 લાખ રૂપિયા લઇ લીધા હોવાની ફરિયાદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં નોંધાઇ છે.

આ બનાવની વિગત એવી છે કે નરોડા વિસ્તારમાં રહેતા મીત શૈલેષકુમાર પટેલ આંબાવાડી પાસે સુશીલ રોયની ઓફિસમાં તેમના પિતા સાથે ગયા હતા. આ દરમિયાન રમેશભાઈ અને સુશીલ રોય ભેગા મળીને મિત અને તેના પિતાને ફસાવવા તેમજ રૂપિયા પડાવવા માટે પ્રલોભનો આપ્યા અને તેમને કેનેડાની વર્ક પરમીટ અપાવવાનું કહીને 45 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

આ અંગે મિતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં રમેશ પટેલ તથા સુશીલ રોય સામે ફરિયાદ નોંધાવી હતી. મિતને વર્ક પરમીટ ઉપર કેનેડા મોકલવાની લાલચ આપીને બંને આરોપીઓએ તેના મળતીયા કમલ સિંઘાનીયા તથા અન્ય માણસોએ ભેગા મળી કાવતરું રચી કલકત્તા મોકલ્યો હતો.

અહીં તેને જુદી જુદી જગ્યાઓએ 28 નવેમ્બર 2021થી 10 ફેબ્રુઆરી સુધી ગોંધી રાખીને બંદૂકની અણીએ તેની પાસેથી 3500 અમેરીકન ડોલર (રૂ.૨,૫૦,૦૦૦), કાનમાં પહેરવાની સોનાની કડી પડાવી લીધી હતી. આ બનાવ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી આરોપીઓને પકડવા પ્રયાસ શરૂ કર્યા છે.

નોંધનીય છે કે, બે દિવસ પહેલા જ ગાંધીનગર પોલીસ દ્વારા કબૂતર બાઝીના નેટવર્ક ચલાવતી ગેંગનો પર્દાફાશ કરાયો હતો. જેમાં અમેરિકા લઈ જવાનું કહીને 15 ગુજરાતીઓને કોલકાતામાં લઈ જવાયા હતા. જ્યાં તેમને ગોંધી રાખીને તેમની પાસેથી પૈસા ખંખેરવામાં આવ્યા હતા. ત્યારે વધુ એક આ પ્રકારની ઘટના સામે આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed