ગુજરાતના નાગરિકો માટે સૌથી મોટી ખુશખબર, સરકારનો નિર્ણય જાણીને રાજી થઈ જશે લોકો

0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં રાજ્ય સરકારે IT અને ITeS સેક્ટરના સર્વગ્રાહી વિકાસ માટે તાજેતરમાં જાહેર કરેલી નવી IT/ITeS પોલિસી-ર૦રર-૨૭ની પ્રથમ ફલશ્રુતિ રૂપે રાજ્ય સરકાર અને બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ ક્ષેત્રની આંતરરાષ્ટ્રિય કંપની વચ્ચે સ્ટ્રેટેજિક MoU સંપન્ન થયા છે

મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં આ સ્ટ્રેટેજિક MoU સાયન્સ ટેકનોલોજી સચિવ શ્રી વિજય નહેરા ના માર્ગદર્શન માં સંપન્ન થયા હતા. સાયન્સ ટેક્નોલોજી ના નાયબ નિયામક અને ગ્લોબલ ગૃપ લિમિટેડના ગુજરાત પ્રતિનિધિ સ્નેહલ પટેલે આ એમ.ઓ.યુ પર હસ્તાક્ષર કર્યા હતા.

CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં IT સેક્ટરના વિકાસને વેગ આપવા રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવાના હેતુસર જાહેર થયેલી પ્રોત્સાહક IT પોલિસી અંતર્ગત થયેલા આ સૌ પ્રથમ સ્ટ્રેટેજિક MoUને આવકાર્યા હતા. તેમણે ઉમેર્યુ કે, PM મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આ નવી IT પોલિસીથી યોગદાન આપવા ગુજરાત પ્રતિબદ્ધ છે.

વધુમાં તેમણે QX ગ્લોબલની આ પહેલ માટે અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, રાજ્ય સરકાર તેમના ગુજરાત ઓપરેશન્સમાં જરૂરી યોગ્ય સહયોગ પણ આપશે. ગ્લોબલના ગૃપ સી.ઇ.ઓ યુત ફ્રેન્ક રોબિન્સને આ વેળાએ વિડીયો કોન્ફરન્સથી સહભાગી થતાં જણાવ્યું કે, અમદાવાદમાં ર૦૦૩-૦૪માં તેમના સહયોગથી શરૂ થયેલી આ ગ્લોબલ હવે ર૩૦૦ જેટલા આઇ.ટી સેક્ટરના પ્રશિક્ષિત માનવબળ સાથે આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પ્રાપ્ત બની છે.

આ ર૩૦૦ પૈકીના મોટાભાગના ૧૭૦૦ જેટલા પ્રોફેશનલ્સ ગુજરાતમાં કાર્યરત છે અને આ સ્ટ્રેટેજિક MoUના પરિણામે આગામી વર્ષોમાં આઇ.ટી ક્ષેત્રે બે હજાર જેટલી રોજગારીનું સર્જન થશે તેમ તેમણે ઉમેર્યુ હતું. આ વેળાએ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી તેમજ આઇ.ટી વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed