લતા મંગેશકરે રક્ષાબંધન એ PM મોદી પાસેથી માંગ્યો હતો આ વાયદો, વડાપ્રધાને કર્યો પૂરો

0

લતા મંગેશકરના નિધનને લઈને આજે દેશ ભરના લોકોની આંખોમાં આસું છે. સરકાર દ્વારા પણ બે દિવસનો રાષ્ટ્રીય શોક ઝાહેર કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે લતા તાઈના પીએમ મોદી સાથે ઘણા સારા સંબંધો હતા.

પીએમ મોદી તેમના પ્રશંસક હોવાની સાથે સાથે તેમના દીદી કહીને બોલાવતા હતા સાથે લતાજી પણ તેમનું ઘણું સન્માન કરતી હતી. વડાપ્રધાન મોદી ગમે તેટલા વ્યસ્ત કેમન હોય તેઓ 28 સપ્ટેમ્બર એટલેકે લતા મંગેશકરનો જન્મદિવસ ક્યારેય નહોતા ભૂલતા.

તેઓ હંમેશા તેમના જન્મ દિવસે તેમને અભિનંદન પાઠવતા હતા. 2019માં વડાપ્રધાન મોદી જ્યારે વડાપ્રધાન મોદી વિમાન યાત્રા કરી રહ્યા હતા તે સમયે તેમણે પ્લેનમાંથી ફોન કરીને શુભકામનાઓ પાઠવી હતી.

ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા એક ઓડિયો વીડિયો જાહેર કરવામાં જેમા વડાપ્રધાન મોદી લતા મંગેશકરને ફોન કરીને તેમના જન્મદિવસવની શુભકામના આપતા હતા. આ ઓડિયોની શરૂઆત પીએમ મોદીના અવાજથી થઈ હતી.

જેમા તેઓ કહે છે કે હું પ્લેનમાં ટ્રાવેલ કરુ છું જેથી પહેલાથી તમને જન્મદિવલની શુભકામના આપું છું. કારણકે જ્યારે તમારો જન્મદિવસ હશે ત્યારે હું યાત્રામાંજ હોઈશ એટલે તમને પહેલાથી વિશ કરુ છું.

ઉલ્લેખનીય છે કે બંને ભાઈ બહેનના સંબંધો ઘણા ખાસ હતા. વર્ષ 2013માં જ્યારે વડાપ્રધાન મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પુણેના એક કાર્યક્રમમાં લતામંગેશકરે કહ્યું હતું કે તેઓ મોદીજી દેશના વડાપ્રધાન બને. લતા તાઈ પીએમ મોદીથી એટલી પ્રભાવીત હતી કે તેમણે રક્ષાબંધન પર મોદીજી પાસેથી વાયદો લીધો હતો કે તેઓ પીએમ બને દેશને ઉંચાઈઓ પર લઈ જાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed