થાઇલેન્ડના આ યનગ ટેટુ આર્ટિસ્ટની છે 8 પત્નીઓ, એક જ ઘરમાં થઈ છે બધા, પરંતુ…

0

થાઈલેન્ડના યુવા ટેટૂ આર્ચિસ્ટ ઓંગ જેમ સોરોતની આખી દુનિયામાં ચર્ચા છે. દુનિયામાં તેની ચર્ચા હોવાનું કારણ તેનું ટેટૂ આર્ટ બિલકુલ નથી. હકિકત એવી છે કે, સોરોતની 8 પત્નીઓ છે અને તે આ બધી પત્નીઓ સાથે એક જ ઘરમાં રહે છે.

ગયા સપ્તાહે તેણે થાઈલેન્ડમાં ટીવી ચેનલ પર આવતા એક કોમેડિ શોને ઈન્ટરવ્યુ આપ્યો હતો અને ત્યારપછી લોકો સતત તેના વિશે કોમ્પ્યુટર પર સર્ચ કરી રહ્યા છે. હાલ, સોરોત અને તેની આઠ પત્નીઓ રોજ કોઈને કોઈ ફોટો સેશન કરાવી રહી છે.

સોરોત વિશે ઘણી બધી માહિતીઓ ઓડિટિસેન્ટ્રલ દ્વારા આપવામાં આવી છે. તેમના જણાવ્યા પ્રમાણે સોરોત થાઈલેન્ડના ટ્રેડિશનલ ટેટૂ આર્ટ યંત્રના માસ્ટર છે. તેમણે થાઈ કોમેડિ ટીવી ચેનલને આઠ પત્નીઓ સાથે ઈન્ટરવ્યુ આપ્યું હતું. કહ્યું કે, અમે એક જ ઘરમાં ખૂબ મજાથી રહીએ છીએ.

આ શોમાં સોરોતે જણાવ્યું કે, તેની દરેક પત્નીની એક ખૂબી છે. તેણે ઈન્ટરવ્યુમાં કઈ છોકરીને ક્યારે મળ્યો અને પછી કેવી રીતે તેમના લગ્ન થયા તે વિશે બધુ જ જણાવ્યું છે. આ મહિલાઓએ સોરોતને દુનિયાનો સૌથી સારો પુરુષ ગણાવ્યો છે.

સોરોતના જણાવ્યા પ્રમાણે પહેલી પત્નીનું નામ નોંગ સ્પ્રાઈટ છે. તેની સાથે મુલાકાત એક મિત્રના લગ્નમાં થઈ હતી. બીજી પત્નીનું નામ નોંગ એલ છે. તેની સાથે બજારમાં મુલાકાત થઈ હતી. ત્રીજી પત્નીનું નામ નોંગ નેન છે. તેની સાથે હોસ્પિટલમાં મુલાકાત થઈ હતી.

પછી પાંચમી અને છઠ્ઠી પત્ની સાથે સોશિયલ મીડિયા પર મુલાકાત થઈ હતી. સાતમી પત્ની સાથે મંદિરમાં દર્શન વખતે મુલાકાત થઈ હતી.સૌથી રસપ્રદ કિસ્સો આઠમી પત્નીને મળ્યાનો છે. આ વિશે સોરોતે જણાવ્યું કે, તે તેની ચાર પત્નીઓ સાથે પટ્ટાયામાં વેકેશન માણલા ગયો હતો.

ત્યાં તેને નોંગ મળી ગઈ અને તેણે પણ સોરોતના હમસફર બનવાનું નક્કી કર્યું. બાકી પત્નીઓને પણ તેનાથી કોઈ વાંધો નહતો.સોરોતના ઘરમાં 8 પત્નીઓ સાથે એક બાળક પણ છે. આ બાળકની માતા સોરોતની પહેલી પત્ની છે.

જોકે હજી ઘરમાં વઘુ બે બાળકનો જન્મ થવાનો છે. સોરોતે જણાવ્યું કે, તેની બે પત્નીઓ પ્રેગ્નેન્ટ છે. તેના ઘરમાં ચાર બેડરૂમ છે. દરેક બેડરૂમમાં બે પત્નીઓ રહે છે. દરેકનું કહેવું છે કે, તેમને સાથે રહેવામાં કોઈ વાંધો નથી અને તેમની વચ્ચે કોઈ વાતનો ઝઘડો પણ નથી થતો.

સોરોતની પહેલી પત્ની કહે છે કે, તેણે જ પતિને બીજા લગ્નની મંજૂરી આપી. બાકી સાત મહિલાઓનું કહેવું છે કે, અમને ખબર હતી કે સોરોત પહેલેથી પરણિત હતા તેમ છતાં તેમની સાથે પ્રેમ થઈ ગયો. અમે પણ ખુશી-ખુશી આ જીવનનો સ્વીકાર કર્યો.

તેઓ બધાનું ખૂબ ધ્યાન રાખે છે. અમારા પરિવારજનોને પહેલાં આ વાતથી વિરોધ હતો પરંતુ પછી તેમણે પણ અમારો નિર્ણય સ્વીકારી લીધો.સોરોત કહે છે કે, મેં દરેક પત્નીઓને કહ્યું છે કે, જો ભવિષ્યમાં તેમને બીજા કોઈ વ્યક્તિ સાથે પ્રેમ થઈ જાય તો તેઓ મને ચોક્કસ જણાવી દે.

હું તેમને ત્રણ વખત પુછીશ કે શું એ મને છોડવા માંગે છે? જો તેમનો જવાબ હા હશે તો હું તેમને ખુશીથી જવાની મંજૂરી આપીશ.સોરોત થાઈલેન્ડના પારંપારિક યંત્રા આર્ટના ટેટૂ બનાવે છે.

ઓંગ ડેમ સોરોત કહે છે કે, સોશિયલ મીડિયા પર લોકો વિવિધ પ્રકારની વાતો કરી રહ્યા છે. જેમકે હું બહુ અમીર વ્યક્તિ છું તેથી આઠ પત્નીઓ રાખું છું અને તેમનો ખર્ચ ઉપાડી શકુ છું. પરંતુ સાચી વાત કઈક અલગ જ છે. હું અમીર નથી. અમે બધા કામ કરીએ છીએ અને અમારી જરૂરિયાત પ્રમાણે કમાણી કરી લઈએ છીએ.

સોશિયલ મીડિયા પર સોરોત સામે ઘણી કમેન્ટ્સ આવી રહી છે. અમુક લોકો સોરોતનું આટલી બધી મહિલાઓ સાથે રહેવાના તેના નિર્ણયને ખૂબ અંગત માને છે, જ્યારે અમુક લોકોને સોરોતનો આ નિર્ણય ખોટો લાગે છે. અંતે સોરોત અને તેની આઠ પત્નીઓ એક સાથે રહીને ખુશ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed