માતા પર કેવી વીતી હશે, 10 વર્ષના માસુમે માતાને ફોન કરીને કહ્યું, સારું જમવાનું લાવજે પછી કરી લીધી આત્મહત્યા-ઓમ શાંતિ

0

મધ્યપ્રદેશના ભોપાલની એકતાપુરી કોલોનીમાં રહેતા ફોટોગ્રાફર અક્ષત સિંહ અને પત્ની સ્નેહલત્તાના 10 વર્ષના દીકરાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે. તે જવાહર સ્કૂલમાં છઠ્ઠા ધોરણનો વિદ્યાર્થી હતો.

તેણે આ પગલું ભર્યું ત્યારે તે ઘરમાં એકલો હતો. સ્નેહા પોતાની 16 વર્ષીય દીકરી સાથે તેની આન્સરશીટ જમા કરાવવા સ્કૂલે ગઈ હતી. જ્યારે પિતા અક્ષત પોતાના કામ પર હતા.માને છેલ્લી વાતચીતમાં ફોન પર કહ્યું સારું જમવાનું લાવજો.

માતા-પિતાના ઘરની બહાર ગયા બાદ રૂદ્રાક્ષ ઘરે એકલો હતો. સાંજે, તેણે તેના પિતાને ફોન કર્યો અને તેની માતા વિશે પૂછ્યું. પછી તેણે તેની માતાને ફોન કર્યો. તે સમયે સ્નેહલતા બજારમાં હતી. રુદ્રાક્ષે માતાને પોતાના માટે સારું ભોજન લાવવા કહ્યું.

મોડી સાંજે જ્યારે તે બજારમાંથી ઘરે પહોંચી ત્યારે તેણે રૂમની અંદર રુદ્રાક્ષ લટકતો જોયો. પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો.મૃતકે માના દુપટ્ટાને ફાંસો બનાવ્યો.

બાળકે છતના પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. તેણે પંખામાં ફંદો લગાવવા માટે બેડની ઉપર લગભગ દોઢ ફૂટ ઊંચુ ટેબલ મૂક્યું હતું. ટેબલ પર ચડીને તેણે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું.

પુત્રના મૃત્યુથી પરિવારની હાલત ખરાબ છે. પિતાએ કહ્યું- રૂદ્રાક્ષ ભણવામાં હોશિયાર હતો. મને સમજાતું નથી કે તેણે આવું શા માટે કર્યું. તેને કોઈ સમસ્યા ન હતી. હાથ જોડીને કહું છું કે બાળકોને એકલા ન છોડો.

બાળકો ટીવીમાં ક્રાઈમ સિરિયલ જોઈને અવનવા પ્રયોગો કરી રહ્યા છે. અક્ષતે જણાવ્યું કે દીકરો મોબાઈલમાં ગેમ નહોતો રમતો. તે મોબાઈલનો ઉપયોગ માત્ર ઓનલાઈન ક્લાસ માટે જ કરતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed