હર્ષ સંઘવીએ પોલીસ ભરતી અંગે આપ્યું મોટું નિવેદન-જાણો અહીં

0

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસમાં ભરતી અંગે જણાવ્યું હતું કે, હજુ ગુજરાત પોલીસમાં નવી ભરતી આવશે. ખૂબ ઝડપથી નવી ભરતી જાહેર થશે. જે ઉમેદવારો થોડા માટે ચૂકી ગયા હોય તે હજુ પણ વધુ મહેનત કરે. ટૂંક સમયમાં નવી ભરતી જાહેર કરીશું. શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારો પણ લેખિત પરીક્ષાની તૈયારીઓ કરે.

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બને તે માટે પોલીસ વિભાગની ભરતીની કાર્યવાહી ઝડ૫થી થાય તે હેતુથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજયના ગૃહ વિભાગ હસ્તક વિવિધ પોલીસ જગ્યાઓ ભરવાનો મહત્વનો નિર્ણય અગાઉ કરાયો હતો.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ તેની જાહેરાત કરી હતી. પરંતુ આજે ગુજરાત પોલીસમાં હજુ નવી ભરતી અંગે ગૃહ રાજ્યમંત્રીએ વધુ એક જાહેરાત કરી છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસમાં ભરતી અંગે જણાવ્યું હતું કે, હજુ ગુજરાત પોલીસમાં નવી ભરતી આવશે. ખૂબ ઝડપથી નવી ભરતી જાહેર થશે. જે ઉમેદવારો થોડા માટે ચૂકી ગયા હોય તે હજુ પણ વધુ મહેનત કરે.

ટૂંક સમયમાં નવી ભરતી જાહેર કરીશું. શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારો પણ લેખિત પરીક્ષાની તૈયારીઓ કરે. પોલીસ વિભાગમાં ભરતી પ્રક્રિયા અંગે ઉમેદવારોને માર્ગદર્શન મળે તે માટે ગૃહ વિભાગે ડોક્યુમેન્ટરીનું વિમોચન કરવામાં આવ્યું છે, જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ નિવેદન આપ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના શિક્ષિત યુવાઓને રોજગારી પ્રાપ્ત થાય તે માટે રોજગારીની નવી તકો ઉપલબ્ધ બનાવીને ખુબ જ ટૂંકા સમયગાળામાં ભરતી પ્રક્રિયાનુ આયોજન કરીને યુવાઓને રોજગારી આપવા રાજ્ય સરકાર હરહંમેશા કટિબદ્ધ છે.

આ નિર્ણયના ફળ સ્વરૂપે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બનશે. તેમજ આ ભરતીને લીધે પોલીસ દળમાં વધુ સંખ્યામાં કર્મચારીઓ ઉપ્લબ્ધ થવાથી ગુજરાતના નાગરિકોને વધુ સારી પોલીસ સેવા પ્રાપ્ત થશે અને રાજ્યની સુરક્ષામાં વધારો કરવા માટેના રાજ્ય સરકારના પગલાઓ વધુ બળવત્તર બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed