વાદળના આશરે અંબાલાલની મોટી આગાહી, કહ્યું આ તારીખે માવઠું જ નહીં કરા પણ પડશે

0

રાજ્યમાં ફરી એકવાર વરસાદ જ નહિ પણ કરા પડવાની આગાહી વાદળના વરતારે કરતા અંબાલાલ પટેલે રોકડું પરખાવ્યું છે કે, 30 અને 1 જાન્યુઆરીએ રાજ્યમાં વાદળો તો છવાશે જ, સાથોસાથ 1 થી 3 ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદની શક્યતા છે.

આ કમોસમી માવઠું માત્ર વરસાદ જ નહિ આપે, પણ કરા પણ વરસાવી શકે છે. આવું થવાનું એક કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. આટલેથી આ વાતાવરણ નહિ અટકે, તારીખ 10 થી 17 ફેબ્રુઆરી વચ્ચે ફરી હવામાનમાં પલટો આવશે.

ફેબ્રુઆરીમાં ચાર-પાંચ દિવસને બાદ કરતા ફરીથી બીજા સપ્તાહમાં વાતાવરણ બદલાવાના વર્તારા સાથે ખેડૂતોએ પણ 1 થી 3 ફેબ્રુઆરી અને બીજા સપ્તાહના મધ્યમાં પોતાના ખેતરમાં રહેલા પાકની વિશેષ કાળજી લેવી પડશે. કમોસમી વરસાદના પગલે તમારો પાક ખુલ્લી જગ્યામાં પડ્યો હોય તો, તે અંગે પણ વ્યવસ્થા કરી લેવી જોઈએ.

રાજ્યના હવામાન વિભાગે ઠંડી ઘટવાના સંકેત આપી દીધા છે. રાજ્યમાં 2-3 દિવસ બાદ ઠંડીમા ઘટાડાની આગાહી કરી છે. અને તાપમાનમાં 2થી4 ડીગ્રીનાં વધારાનાં સંકેત પણ આપ્યા છે. પવનોની દિશા બદલાતા ઠંડીથી હાલ મળશે આંશિક રાહત મળવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed