PM મોદીએ ક્રિસ ગેલ અને આ ખેલાડીને લખ્યો ખાસ લેટર, જાણો અહીં

0

રોડ્સ અને ગેલ તરફથી આ સંદર્ભે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રશંસકોને માહિતી આપવામાં આવી. વડાપ્રધાને પોતાના પત્રમાં લખ્યું કે તમે ભારતની સાથે પોતાના દેશ સાથે મજબૂત સંબંધના અસલી બ્રાન્ડ એમ્બેસેડર છો.

યુનિવર્સ બોસના નામથી જાણીતા થયેલા ક્રિસ ગેલ ભારતને પોતાનુ બીજુ ઘર જણાવી ચૂક્યા છે. તેઓ આઈપીએલમાં ખૂબ સક્રિય છે. તો જોન્ટી રોડ્સ મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયા છે.

નરેન્દ્ર મોદીએ રોડ્સને લખેલા પત્રમાં કહ્યું, હું તમને અમારા ગણતંત્ર દિવસની શુભેચ્છા આપુ છુ. આટલા વર્ષોમાં ભારત અને તેની સંસ્કૃતિથી તમારો ગાઢ સંબંધ થયો છે. આ સાબિત થયુ જ્યારે તમે પોતાની દીકરીનું નામ આ મહાન દેશના નામ પર રાખ્યુ.

તમે આપણા દેશો વચ્ચે મજબૂત સંબંધોના વિશેષ દૂત છો. મોદીએ વધુમાં લખ્યું છે, ભારત ઐતિહાસિક સામાજિક આર્થિક ફેરફારના સમયથી પસાર થઇ રહ્યો છે. મને વિશ્વાસ છે કે તેનાથી જીવનનું સશક્તિકરણ થશે અને વૈશ્વિક ભંડોળમાં યોગદાન આપી શકીશુ.

રોડ્સ અને ગેલ બંનેએ વડાપ્રધાન મોદીના આ પત્ર માટે આભાર માન્યો છે. રોડ્સે ટ્વિટ કર્યુ, તમારા આ શબ્દો માટે આભાર નરેન્દ્ર મોદીજી. દરેક વખતે ભારતમાં આવીને હું એક માણસ તરીકે ખૂબ પરિપક્વ થયો છુ. મારો આખો પરિવાર ભારતની સાથે ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે.

દેશના લોકોના અધિકારોની સુરક્ષા કરનારા બંધારણનુ મહત્વનું સન્માન. જય હિંદ. આ જ રીતે ક્રિસ ગેલે ટ્વિટ કર્યુ, હું ભારતને 73મા ગણતંત્ર દિવસની શુભેચ્છા આપુ છુ. સવારે ઉઠ્યો તો વડાપ્રધાન મોદીનો ખાનગી સંદેશ મળ્યો. જેમાં તેમનો અને દેશના લોકોની સાથે મારા અંગત સંબંધોનો ઉલ્લેખ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed