લવજી બાદશાહની પુત્રીના લગ્નમાં ભેગા થયા 4000 માણસો, કોરોનાની ગાઈડલાઇન ના તો ગાભા કાઢી નાખ્યા

0

એક તરફ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા પોલીસને એવુ કહે છે કે, રાજ્યમાં લગ્ન સમારોહમાં કોરોનાની ગાઇડ લાઇનનો ભંગ કરનારા સામે આંકરા પગલા ભરો. બીજી તરફ સુરત શહેરના જાણીતા બિલ્ડર લવજી બાદશાહની પુત્રીના લગ્ન સમારોહમાં છેલ્લા બે દિવસમાં અંદાજે ચાર હજાર લોકો એકત્ર થયા હતા.

લગ્નમાં આવનારા સુરતના જાણીતા અગ્રણીઓ અને તેમના પરિવારમાંથી કોઇએ માસ્ક સુધ્ધા પહેર્યા ન હતા કે લગ્ન સમારોહમાં કોરોનાની ગાઇડલાઇનનું કોઇ પણ સ્થળે પાલન થતું ન હતું.

સુરત શહેરના જાણીતા બિલ્ડર લવજી ડાલિયા ઉર્ફે લવજી બાદશાહની પુત્રી ગોરલના લગ્ન મયુર નામના યુવાન સાથે થયા હતા. શનિવારના રોજ લગ્ન સમારોહ બાદ ગત રોજ રવિવારે સાંજે રિસેપ્શન રાખવામાં આવ્યુ હતું. મોટા વરાછા ગોપીન ગામ ખાતે રાખવામાં આવેલા આ રિસેપ્શનમાં ગત રોજ અંદાજે પંદરસો જેટલા લોકો એકત્ર થયા હતા.

ભવ્ય લગ્ન સમારોહમાં એકત્ર થયેલા આ તમામ લોકોમાં સુરતના મોટા ભાગના તમામ અગ્રણીઓ, નામાકિંત બિલ્ડરો, હીરાના વેપારીઓ, સમાજના અગ્રણીઓ, રાજકારણીઓ, નિવૃત પોલીસ અધિકારીઓ સહિતના લોકો જોવા મળતા હતા.

સૌથી મહત્વની વાત એ છે કે, આ લગ્ન સમારોહમાં હાજર લોકો પૈકી કોઇએ માસ્ક પહેરેલા ન હતા કે ન તો તેમના દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવતું હતું.

ભવ્ય લગ્ન સમારોહમાં એકત્ર થયેલા આ તમામ લોકોમાં સુરતના મોટા ભાગના તમામ અગ્રણીઓ, નામાકિંત બિલ્ડરો, હીરાના વેપારીઓ, સમાજના અગ્રણીઓ, રાજકારણીઓ, નિવૃત પોલીસ અધિકારીઓ સહિતના લોકો જોવા મળતા હતા. સૌથી મહત્વની વાત એ છે કે, આ લગ્ન સમારોહમાં હાજર લોકો પૈકી કોઇએ માસ્ક પહેરેલા ન હતા કે ન તો તેમના દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવતું હતું.

આ ઉપરાંત સુરતના એક માજી ધારાસભ્ય, માજી મેયર સહિત શહેર ભાજપના સંગઠનના હોદેદારો આ લગ્ન સમારોહમાં વ્યવસ્થા ગોઠવવામાં હતા. આવનારા મહેમાનોના સ્વાગત અને તેમની વ્યવસ્થામાં પણ શહેર ભાજપના કેટલાક હોદેદારો જોવા મળતા હતા.

શહેરમાં કોરોનાની સ્થિતિ ચિંતા જનક છે અને સામાન્ય માણસોને લગ્ન સમારોહમાં ફરજીયાત પોલીસ પરમીશનથી માંડીને 150 વ્યક્તિને જ હાજર રહે તેની તકેદારી રાખવા જણાવાયુ છે.

ઉપરાંત રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા પણ ત્રણ દિવસ પહેલા કહી ચુક્યા છે કે, પોલીસ લગ્ન સમારોહોમાં કોરોના ગાઇડ લાઇનનું પાલન કરાવે અને તેનો ભંગ કરનારા સામે પગલા ભરે તો આ ભવ્ય લગ્ન સમારોહમાં સુરત પોલીસ કોઇ સામે પગલા ભરશે કે કેમ એ સવાલ લોકોમાં ચર્ચાઇ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed