IPL 2022 માં ગુજરાતી ક્રિકેટરનો દબદબો, થશે પૈસાનો વરસાદ

0

આઈપીએલ 2022 મેગા હરાજી માટે બીસીસીઆઈ મોટી તૈયારીમાં લાગી ગયુ છે અને આવતા મહિને 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગલોરમાં ખેલાડીઓની હરાજી થવાની છે. આઈપીએલ 2022માં આ વખતે 8ની જગ્યાએ 10 ટીમો રમશે અને આ ટીમોએ હરાજી પહેલા જ 33 ખેલાડીઓને પોતાની સાથે લઇ લીધા છે.

આઈપીએલ 2022 માટે આ વખતે ટીમોનો પર્સ 85 કરોડથી વધારીને 90 કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટસ મુજબ, એવામાં આ વખતે ખેલાડીઓ પર અઢળક રૂપિયાનો વરસાદ થઇ શકે છે. જો કે, હજી પણ કેટલીક ટીમોએ પોતાના પત્તા ખોલ્યા નથી. હજી પણ અમુક ટીમોના કેપ્ટન પસંદ થયા નથી.

અહેવાલ અનુસાર, કેએલ રાહુલ લખનઉના જ્યારે હાર્દિક પંડ્યા અમદાવાદના કેપ્ટન બને તેવી આશા છે. હાર્દિક પંડ્યા આની પહેલા મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતા. જેણે સૌથી વધુ પાંચ વખત ખિતાબ જીત્યો છે.

દક્ષિણ આફ્રિકા સામે વન-ડે શ્રેણી સમાપ્ત થયા બાદ ભારતીય ટીમને છ ફેબ્રુઆરીથી પોતાના ઘરમાં વેસ્ટ ઈન્ડીઝની સાથે વ્હાઈટ બૉલની સીરીઝ રમવાની છે. બીસીસીઆઈએ વેસ્ટ ઈન્ડીઝ સામેની વ્હાઈટ બોલ સીરીઝને હવે ફક્ત બે શહેરોમાં યોજવા પર વિચાર કર્યો છે.

પીટીઆઈના રિપોર્ટ મુજબ, આ શહેર અમદાવાદ અને કોલકત્તા હશે. શેડ્યુલની માનીએ તો અમદાવાદ, જયપુર અને કોલકત્તામાં વન-ડે શ્રેણી રમાવાની હતી. જ્યારે કટક, વિશાખાપટ્ટનમ અને તિરૂવનંતપુરમમાં ટી-20 શ્રેણી રમાવાની હતી.

આ અંગેની જાણકારી રાખનારા સુત્રોએ કહ્યું, ટૂર એન્ડ ફિક્સચર કમિટીએ બુધવારે સેક્રેટરી અને અધ્યક્ષની સાથે થયેલી બેઠકમાં ફક્ત અમદાવાદ અને કોલકત્તામાં મેચ યોજવાનુ સૂચન આપ્યું છે. બીસીસીઆઈ આગામી એક-બે દિવસમાં તેના પર અંતિમ નિર્ણય લેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed