પિતાની બેદરકારીને લીધે ત્રણ વર્ષની માસૂમ દીકરીનો ગયો જીવ-ઓમ શાંતિ

0

સુરતના અડાજણ-પાલ વિસ્તારમાં અરેરાટીભર્યો બનાવ સામે આવ્યો છે, જેમાં પિતાની બેદરકારીથી દીકરી કાળનો કોળિયો બની છે. નવનિર્મિત કોમ્પ્લેક્સમાં ટ્રેકટરચાલક પિતાએ પોતાની જ ત્રણ વર્ષની માસૂમ દીકરીને કચડી નાખતાં મોતને ભેટી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

કોમ્પ્લેક્સ કંપાઉન્ડમાં રેતીનું છારું ભરવા ટ્રેકટર રિવર્સમાં લેવા જતાં દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. અડાજણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.સુરેશભાઈ બારિયા (પીડિત પિતા)એ કહ્યું હતું કે તેઓ જાલોદના રહેવાસી છે.

ત્રણ મહિનાથી અડાજણ પાલના નવનિર્મિત કોમ્પ્લેક્સ શ્રીપથમાં લેબર (મજૂરી) કામ કરી પત્ની અને બે માસૂમ દીકરી સાથે ગુજરાન ચલાવી રહ્યા છે. આજે સવારે લગભગ 10 વાગ્યાના અરસામાં કોમ્પ્લેક્સના કંપાઉન્ડમાં પડેલું છારું ભરવાનું કામ મળતાં ટ્રેકટર મગાવ્યું હતું.

ટ્રેકટર રિવર્સમાં લેવા જતાં એક બાળક ટ્રેકટર નીચે કચડાઈ ગયું હોવાની બૂમાબૂમ થઈ ગઈ હતી. ઊતરીને જોતાં કાળનો કોળિયો બનેલી માસૂમ મારી જ નાની દીકરી શીતલ (ઉં.વ. 3) હતી. લોહીલુહાણ હાલતમાં નજીકની ખાનગી હોસ્પિટલ બાદ સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવતાં મૃત જાહેર કરાય છે.

કોન્ટ્રેકટર રાજુભાઇના માર્ગ દર્શન કામ ચાલતું હોવાનું સુપરવાઇઝરે જણાવ્યું હતું. અડાજણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.બે દીકરીમાંથી એક નાની શીતલ નામની દીકરી નવનિર્મિત કોમ્પ્લેક્સ પાસે રમતી હતી ત્યારે જ પિતાએ રેતીનું છારૂં ભરવા ટ્રેક્ટર બોલાવ્યું હતું.

ટ્રેક્ટર નીચે કચડાઈ ગયેલી બાળકીને લઈને પરિવાર પર શોકની કાલિમા છવાઈ ગઈ હતી. બાળકીની માતાએ હૈયાફાટ રુદન કર્યું હતું. બેમાંથી એક દીકરીનું પોતાની જ બેદરકારીથી મોત થયું હોવાનું પિતાને લાગી રહ્યું છે.

પોતાની જ બેદરકારીને લીધે પોતાની દીકરી ગુમાવનાર પિતાએ કહ્યું કે મારી હું મારી જાતને કદી માફ નહિ કરી શકું.મારી વ્હાલસોયી દીકરીના મોતનું કારણ હું બન્યો એ દર્દ મને આજીવન રહેશે.મને જો સહેજ પણ ખ્યાલ હોત કે મારી દીકરી જોખમમાં છે તો હું ચેતી ગયો હોત અને આવી અનહોની નહી બની હોત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed