ઓમિક્રોન સૌથી પહેલા ક્યાં અસર કરે છે, આ છે તેના 7 મુખ્ય લક્ષણ

0

દુનિયાભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યાં છે. આ વચ્ચે તેના લક્ષણોને લઈને ડોક્ટર્સે મોટી વાત કહી છે. ડોક્ટર્સ પ્રમાણે ઓમિક્રોનનો પ્રથમ સંકેત આંખોમાં થઈ શકે છે.

અત્યાર સુધી ઓમિક્રોનના લક્ષણોને લઈને ઘણા રિસર્ચ કરવામાં આવ્યા છે, જેમાં શરદી, ઉધરસ જેવા તમામ લક્ષણોની જાણકારી મળી છે. ધ સનમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે એક રિસર્ચમાં ખુલાસો થયો છે કે ઓમિક્રોન સૌથી પહેલા આંખને ઇફેક્ટ કરે છે. આજે અમે તમને આવા 7 લક્ષણો વિશે જણાવી રહ્યાં છીએ, જે ઓમિક્રોન હોવાનો સંકેત દર્શાવે છે.

આ સાત લક્ષણોમાં પ્રથમ છે આંખોનું ગુલાબી થવું. જૂન 2020માં પબ્લિશ થયેલી એક સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે કોવિડના લગભગ 5 ટકા દર્દીમાં ગુલાબી આંખો ની ફરિયાદ જોવા મળી છે.

BMJ Open Ophthalmology માં પબ્લિશ એક સ્ટડી પ્રમાણે ઓમિક્રોનમાં દર્દીમાં આંખના સફેદ ભાગ પર અને પાપણ પર સોજાના મામલા સામે આવ્યા છે. આ સાથે સંક્રમિત વ્યક્તિની આંખ લાલ થવાનું પણ ડોક્ટર્સને જાણવા મળ્યું છે.

કોરોનાના નવા વેરિએન્ટે સંક્રમિતોની આંખો પર ખુબ અસર પાડી છે. જોવામાં આવ્યું છે કે તેનાથી સંક્રમિત દર્દીઓના આંખમાં બળતરા થાય છે. નિષ્ણાતોનું માનવું છે કે ઓમિક્રોનના લક્ષણો આંખોમાં પણ જોઈ શકાય છે. જો કોઈ વ્યક્તિ નેત્રસ્તર દાહથી પીડિત હોય, તો તેણે પોતાની તપાસ કરાવવી જોઈએ.

ડોક્ટર્સ પ્રમાણે ઓમિક્રોનના ઘણા એવા મામલા સામે આવ્યા છે, જ્યાં લોકોને ફોટોફોબિયા કે લાઇટ સેન્સિટિવિટીની ફરિયાદ થઈ છે.
નિષ્ણાંતો પ્રમાણે ઓમિક્રોનના લક્ષણોથી ઓછુ દેખાવું પણ સામેલ છે. જો કોઈ તેનાથી પીડિત હોય તો તેણે પણ પોતાનો કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ.

રિસર્ચમાં સામે આવ્યું છે કે ઓમિક્રોનનું એક દુર્લભ લક્ષણ આંખમાં પાણી આવવાનું છે. જો તમને પણ આવી સમસ્યા હોય તો તત્કાલ કોવિડ ટેસ્ટ કરાવી લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed