કોરોનાને હળવેથી નઈ લેતા, આ એ મહિલા છે જે કોરોનાની ત્રણેય લહેરમાં અટાય ગયા છે-જાણો તેમનો અનુભવ

0

વારંવાર કહેવાય છે કે કોરોનાને હળવાશથી ન લો. કોરોના કેટલા પ્રાણઘાતક છે એ આપણે સૌ જોઈ ચૂક્યા છે. આવામાં એક એવો કિસ્સો આવ્યો છે, જે તમારા રુંવાડા ઉભા કરી દેશે. અમદાવાદની એક મહિલા એક-બે વાર નહિ, પણ ત્રણવાર કોરોનાની ઝપેટ માં આવી ચૂકી છે.

અમદાવાદનાં સેટેલાઇટમાં રહેતાં અવની વ્યાસ ભારતમા આવેલી ત્રણેય લહેર માં કોરોનાનો ભોગ બન્યા છે. કોરોનાએ તેમના શરીરને એટલી હદે અશક્ત બનાવ્યુ છે કે તેઓ હવે લોકોને કહે છે કે, કોરોનાને હળવાશથી ન લો.

સેટેલાઈટ વિસ્તારમાં રહેતા અવની વ્યાસ કોરોનાની ત્રણેય લહેરમાં ઝપેટમાં આવી ચૂક્યા છે. બંને વેક્સિન પણ લીધી હોવા છતાં તેઓ ફરી પોઝિટિવ આવ્યા છે. હવે સ્થિતિ એવી બની છે કે, તેઓ કોરોનાને પગલે એટલા સજાગ થઈ ગયા છે કે, એકપણ લક્ષણ દેખાય કે તરત જ ટેસ્ટ કરાવી લે છે. જેથી તે કોવિડને ગંભીર બનતાં અટકાવી શક્યા છે.

પોતાનાં ત્રણેય વખતના કોવિડ અનુભવ વિશે અવનીબેન કહે છે, પહેલી લહેરમાં મને ખૂબ જ વીકનેસ આવી. બીજી લહેરમાં કોવિડ મટ્યા પછી મારામાં વિકનેસ વધી. પણ ત્રીજી વખત પોઝિટિવ આવ્યા બાદ પહેલી બે લહેર જેવી તકલીફ નથી પડી. પણ બીજી લહેર બાદ મને ડાયાબિટીસ આવી ગયો. પહેલા તો હુ રોજના 10 હજાર સ્ટેપ્સ ચાલી લેતી હતી, હવે 5000 સ્ટેપ્સ પણ માંડ ચાલીશકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed