રજનીકાંતની દીકરી એશ્વર્યા અને પતિ ધનુષના થયા છૂટાછેડા, એક્ટરે આપ્યું આ કારણ

0

તમિળ ફિલ્મોના જાણીતા એક્ટર ધનુષ અને સુપરસ્ટાર રજનીકાંતની દીકરી ઐશ્વર્યા રજનીકાંત લગ્નજીવનનાં 18 વર્ષ પછી એકબીજાથી અલગ થઈ ગયાં છે. બંને સેલિબ્રિટીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તૂટેલા સંબંધની વાત શેર કરી.

ધનુષ અને ઐશ્વર્યાને સાઉથમાં પાવર કપલ માનવામાં આવતું હતું. હવે આ ખબર આવ્યા પછી ફેન્સને તો જોરદાર ઝટકો લાગ્યો છે.ધનુષે છૂટાછેડા વિશે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘અમે 18 વર્ષ સુધી મિત્રતા, કપલ, પેરન્ટ્સ અને એકબીજાના શુભચિંતક બનીને ગ્રોથ, સમજણ અને પાર્ટનરશિપથી લાંબી સફર કરી છે.

આજે અમે જે જગ્યાએ ઊભાં છીએ ત્યાંથી અમારા બંનેના રસ્તા અલગ થઈ રહ્યા છે. મેં અને ઐશ્વર્યાએ એક કપલ તરીકે અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે પોતાને સારી રીતે સમજવા માટે સમય આપવા ઇચ્છીએ છીએ. અમારા નિર્ણયનું સન્માન કરો અને અમારી પ્રાઈવસીનું ધ્યાન રાખો.’

ધનુષે 18 નવેમ્બર, 2004ના રોજ સુપરસ્ટાર રજનીકાંતની સૌથી મોટી દીકરી ઐશ્વર્યા સાથે લગ્ન કર્યા હતા. તેમને યાત્રા અને લિંગા નામે બે દીકરા છે, જેમનો જન્મ અનુક્રમે 2006 અને 2010માં થયો હતો. ધનુષે ઐશ્વર્યાના ડિરેક્શનમાં બનેલી પ્રથમ ફિલ્મ ‘3’માં કામ કર્યું છે. આ ફિલ્મનું સોંગ ‘કોલાવેરી ડી’ વર્ષ 2011નું સૌથી મોટું હિટ સોંગ બન્યું હતું.

આની પહેલાં 2 ઓક્ટોબરના રોજ સાઉથની સુપરહિટ જોડી સમંથા અને નાગા ચૈતન્યએ પણ ડિવોર્સનો નિર્ણય લીધો હતો. 6 ઓક્ટોબર, 2021ના રોજ કપલનાં લગ્નનાં ચાર વર્ષ પૂરાં થવાનાં હતાં.

પરંતુ એ પહેલાં જ બંને અલગ થઈ ગયાં. 3 મહિનાની અંદર ધનુષ અને ઐશ્વર્યાના અલગ થવાના સમાચાર સાંભળીને ચાહકોને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. સોશિયલ મીડિયામાં પણ આ સમાચારના ભારે પ્રત્યાઘાત પડ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed