સલમાન ખાને બબીતાજીને આપ્યા કરોડો રૂપિયા, હવે નઇ આવે તારક મહેતામાં? જાણો

0

શોને છોડવામાં હવે બબીતાજીનું પાત્ર ભજવનારી મુનમુન દત્તા પણ સામેલ થવાની છે. અહેવાલ છે કે સલમાન ખાને મુનમુન દત્તાને કરોડો રૂપિયાની ઑફર આપી છે. જેને પગલે મુનમુન ટૂંક સમયમાં તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોને અલવિદા કહેવાની છે.

અવાર-નવાર સોશિયલ મીડિયામાં બબીતાજી ચર્ચામાં રહે છે. ક્યારેક તેના અફેરની વાત ટપ્પુની સાથે થાય છે. તો જેઠાલાલની સાથે તેના memes પણ બને છે. પરંતુ હવે મુનમુન સીધા એક મોટા રિયાલિટી શોમાં જોવા મળશે, જે જાતે સલમાન ખાને ઓફર કરી છે.

13 વર્ષના આ શોએ એક અલગ ઓળખ લોકોના દિલમાં બનાવી છે. પરંતુ હવે ધીરે-ધીરે જે કલાકાર લોકોના દિલમાં વસી ગયા છે, તેઓ હવે આ શો છોડવાના મૂડમાં છે. મહત્વનું છે કે બબીતાજી પણ હવે આ શોમાં રહેશે નહીં.

કારણકે તેમની પાસે સલમાન ખાન તરફથી કરોડોની ઓફર આવી છે. આવો જાણીએ શું છે આ ઑફર. અત્યારે ચાલી રહેલા બિગ બૉસ શોમાં એક અલગ ઉથલ-પાથલ મચી છે. આ દરમ્યાન વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીમાં સલમાન ખાને બબીતાજીને બોલાવવાનો નિર્ણય કર્યો છે.

જેમાં સુત્રોએ જણાવ્યું છે કે આ પ્રવેશ માટે બબિતાને સલમાન ભાઈએ એસ પ્રોડ્યુસર કરોડો રૂપિયાની ઑફર કરી છે. તો હવે જ્યારે સલમાને ખાને ઑફર કરી છે તો ના પાડવાની વાત જ ઉભી થતી નથી. જેને પગલે થોડા સમયમાં મુનમુન વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરશે અને શોમાં ચાર ચાંદ લગાવવાનો પ્રયાસ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed