25 વર્ષીય યુવતીએ મોતને ગળે વળગાળ્યુ, કારણ જાણીને વિશ્વાસ પણ નઇ આવે

0

આજના આધુનિક યુગમાં યુવાનો દરેક બાબતમાં આગળ જ હોય છે. પછી તે ટેક્નોલોજીની વાત આવે કે પછી સામાજિક સંબંધોની. આજની જનરેશન ફાસ્ટ છે તેમ આપણે કહી છીએ પરંતુ દુઃખની વાત એ છે કે હવેની જનરેશનમાં સહનશીલતા નથી રહી.

આ કહેવુ ખોટુ નથી કારણ કે નાની અમથી વાતને બહુ મોટુ સ્વરુપ આપીને તેઓ ન કરવાનુ કરી બેસે છે. ત્યારે આવુ જ કંઇક જોવા મળ્યુ સુરતમાં. કતારગામમાં 25 વર્ષીય યુવતીએ આપઘાત કરતા ચકચાર મચી ગઇ.

કારણ માત્ર એટલુ જ હતુ કે પિતાએ પોલીસ ભરતીની પ્રેક્ટિસ માટે ના પાડતા યુવતીને લાગી આવ્યુ અને તેણે મોતને વ્હાલુ કરી દીધું.સુરતની આ ચકચારી ઘટનાને લઇને લોકોમાં એક જ ચર્ચા છે કે ખરેખર યુવતીએ તેના પિતાએ પોલીસ ભરતી માટે પ્રેક્ટિસ કરવાની ના પાડતા આ પગલુ ભર્યુ.

કારણ કે યુવતીની એક માસ પહેલા જ સગાઇ થઇ હતી. તો શું તેને લઇને તો આ પગલુ નહી ભર્યુ હોય ને. 25 વર્ષીય યુવતી પોલીસ ભરતી માટે તૈયારીઓ કરી રહી હતી અને પ્રેક્ટિસ માટે ના પાડે તો શું આટલી અમથી વાતમાં કોઇ મોતને વ્હાલુ કરે ખરા. કે પછી અન્ય કારણ હોઇ શકે. જો કે હાલમાં સમગ્ર ઘટનાને લઇને કતારગામ પોલીસે તપાસ શરૂ કરી છે.

આજની પેઢી ઉતાવળે નિર્ણય કરનારી છે. સમજી વિચારીને કોઇ પણ નિર્ણય લેવા માટે કદાચ આજની પેઢી પાસે સમય જ નથી. એટલે જ આપણે આજની પેઢી ફાસ્ટ છે તેવુ કહીએ છીએ.

આધુનિક યુગની સાથે કદમથી કદમ મિલાવીને ચાલનારી આ પેઢી શા માટે સમજતી નથી કે આપઘાત એ છેલ્લો રસ્તો નથી. આપઘાત કરવાની કોઇ સમસ્યા પૂર્ણ નથી થઇ જતી. આપણે તો હયાત રહેતા નથી પરંતુ આપણા સ્વજનો માટે ઘણુ બધુ દુખ છોડીને જઇએ. દરેક સમસ્યાનો ઉકેલ તો હોય જ છે બસ થોડી જરુર છે ધીરજ રાખવાની.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed