અભિનંદન જેવી મૂછો રાખનાર કોન્સ્ટેબલ એ મૂછો કાઢવાનો ઇનકાર કરતા કરી દીધો સસ્પેન્ડ

0

ભોપાલમાં પોલીસ કૉન્સ્ટેબલ રાકેશ રાણાને નોકરી પરથી સસ્પેન્ડ કરી દેવાયા છે, કારણ છે તેમની લાંબી રૌફદાર મૂછ. રાકેશ રાણાની મૂછ ઈન્ડિયન એરફોર્સના જાંબાઝ ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્તમાનની મૂછ જેવી જ છે.

તેમના સાથી કર્મીઓ પણ તેમને અભિનંદન જ કહેતા હતા. પરંતુ અધિકારીઓને રાકેશની મૂછ પસંદ ન આવી અને તેને સસ્પેન્ડ કરી દેવાયો.જો કે કોઓપરેટિવ ફ્રોડ તેમજ લોક સેવા ગેરંટીના AIG પ્રશાંત શર્માનું કહેવું છે કે કૉન્સ્ટેબલ રાકેશ રાણાએ આદેશનું પાલન નથી કર્યું. રાકેશે કહ્યું કે, સર રાજપૂત છું. નોકરી હોય કે ન હોય પણ મૂંછ તો નહીં મુંડાવું.

સર, પોલીસની નોકરીમાં મૂછ સારી લાગે છે. લાગે છે કે આ પોલીસનો જવાન છે.કૉન્સ્ટેબલ રાકેશ રાણા એમપી પૂલ ભોપાલ કોઓપરેટિવ ફ્રોડ તેમજ લોક સેવા ગેરંટીના વિશેષ પોલીસ ડાયરેક્ટરના ડ્રાઈવરના પદે તહેનાત હતા, જેઓને બે દિવસ પહેલા તેમને સસ્પેન્ડ કરી દેવાયા છે. સસ્પેન્શનનો આદેશ IG પ્રશાંત શર્માએ જાહેર કર્યો છે.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાકેશ રાણાનું ટર્નઆઉટ ચેક કરવામાં આવતા ખ્યાલ આવ્યો કે તેમના વાળ વધી ગયા છે. મૂછ પણ અજીબ જ શેપમાં છે. તેનાથી ટર્નઆઉટ સારો નથી દેખાતો. રાકેશને ટર્નઆઉટ યોગ્ય કરવા માટે વાળ અને મૂછ વ્યવસ્થિત રીતે કપાવવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.

રાકેશે આદેશનું પાલન કર્યું ન હુતં. આ યુનિફોર્મની સેવામાં અનુશાસનહીનતાની શ્રેણીમાં આવે છે. આ કારણે જ તેમને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરવામાં આવે છે.

જો કે રાકેશે આ આદેશ પર કહ્યું, “સર હું રાજપૂત છું અને મૂછ રાખવાની મારી શાન છે. નોકરી રહે કે ન રહે પણ હું મૂછ નહીં મુંડાવું. હું પહેલાં પણ આવી જ મૂછ રાખતો હતો.

પાકિસ્તાન સેનાના હાથે પકડાયેલા ગ્રુપ કેપ્ટન અભિનંદન એક ઓળખ બની ગયા હતા. તે પછીથી લોકો મને પણ મૂછના કારણે અભિનંદન કહેતા હતા. મને સસ્પેન્શનનો આદેશ મંજૂર છે પરંતુ મૂછ તો નહીં જ કપાવું.”

ઉત્તરપ્રદેશના મેરઠમાં પણ આવી ઘટના બની હતી. અહીંના કૉન્સ્ટેબલ આકાશે પણ અભિનંદન જેવી મૂછો રાખી હતી. SSP પ્રભાકર ચૌધરીને કૉન્સ્ટેબલ આકાશની મૂછ એટલી પસંદ આવી કે તેઓએ આકાશને એક હજાર રૂપિયાની રોકડ રકમ અને પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed