ફરી એકવાર અંબાલાલે કરી ચોંકાવનારી આગાહી- જાણીને હેરાન થઈ જશો

0

રાજ્યમાં લોકો હાલ ત્રણ સીઝનનો અનુભવ કરી રહ્યા છે. ક્યારેક સખત ઠંડી પડે છે તો ક્યારેક દિવસ દરમિયાન ગરમી, આ વચ્ચે વરસાદ પણ પોતાની હાજરી આપી જાય છે.

જેને લઈને લોકોને પણ નથી સમજાઇ રહ્યુ કે સ્વેટર પહેરે કે રેઇનકોટ કે પછી ગરમીમાં પહેરાતા કપડા. જો કે આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સાંભળીને તો તમે ચોકી જશો.

જી હા રાજ્યમાં આવતી કાલથી ગાત્રો થીજાવી દે તેવી ઠંડી પડશે તેમ હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું. રાજ્યમાં માવઠા બાદ હવે ગાત્રો થીજાવતી ઠંડી પડશે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં માવઠા બાદ હવે હાડ થીજવતી ઠંડી વારો છે. હવે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં હવે ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. જેમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તો ઠંડીનો પારો 8 ડિગ્રી સુધી પહોંચી શકે તેવી સંભાવના છે.

જ્યારે રાજ્યના અન્ય ભાગમાં લધુત્તમ તાપમાન 12 ડિગ્રી સુધી ગગડે તેવી શક્યતા છે. ત્યારબાદ પવનની દિશા બદલાશે અને 9 જાન્યુઆરીથી વાતાવરણ સૂકુ થશે અને પછી કાતિલ ઠંડી પડશે. 9 જાન્યુઆરી બાદ લઘુતમ તાપમાન 3થી 5 ડિગ્રી ગગડવાની આગાહી છે. જેના કારણે કાતિલ ઠંડી પડવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે સવારે જ આગાહી કરવામાં આવી હતી કે, રાજ્યમાં હજી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી ,મોડાસા અને મહેસાણા સહિત જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના છે.

તો વળી બીજી બાજુ આગામી ત્રણ દિવસ બાદ ઠંડીનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે જેમાં રાજ્યમાં લઘુતમ તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી ઘટતા ઠંડીનું પ્રમાણ વધશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed