કોરોના વધતા ગુજરાતમાં લાગ્યા કડક નિયંત્રણો, સ્કુલોને લાગ્યા તાળા અને રાત્રી કરફ્યુ માં કરાયો મોટો ફેરફાર

0

રાજ્યમાં ફરીથી નિયંત્રણો લાગુ કરવાની જરૂરિયાત લાગતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને કોર કમિટિની બેઠક મળી હતી છે. આ બેઠક પૂર્ણ થયા બાદ કોરોનાને લગતા નવા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં કોરોના ગાઈડલાઈનના નિયમો કડક બનાવામાં આવ્યા છે. જેમાં સ્કૂલોમાં ધોરણ 1થી 9 એમ પ્રાથમિક શિક્ષણ ફરીથી ઓનલાઈન કરવામાં આવ્યું છે. 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે.

હાલ ગુજરાતમાં સંક્રમણની ગંભીરતાને જોતા નવી SOPમાં રાત્રિ કર્ફ્યૂ હાલનો રાતના 10થી 6નો રાત્રિ કર્ફ્યૂ કરવામાં આવ્યો છે. લગ્ન પ્રસંગમાં 400 અથવા બંધ હોલમાં ક્ષમતાના 50 ટકા, પરંતુ 400થી વધુ નહીં.

જ્યારે અંતિમયાત્રામાં 100 લોકોને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત લારી-ગલ્લા, સલૂન, શોપિંગ કોમ્પ્લેક્સ વગેરે માત્ર 10 વાગ્યા સુધી જ ખુલ્લાં રાખી શકાશે. રાજ્ય સરકારની નવી ગાઈડલાઈન પ્રમાણે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, ખેડા, નડિયાદ, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં રાત્રિ કર્ફ્યૂનો સમય રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાખવાનો નિર્ણય કર્યો છે.

નોંધનીય છે કે, 10 શહેરમાં રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ કરવામાં આવ્યો છે. જ્યારે ધોરણ 1થી 9ની સ્કૂલો બંધ કરી છે.નવા વર્ષની શરૂઆતથી રાજ્યમાં કોરોનાના કેસની સ્પીડ રોકેટગતિએ વધી રહી છે.

અમદાવાદ તેમજ સુરતમાં સંક્રમણનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. બીજી તરફ, આજે સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યૂ સહિતની કોરોનાની નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. રાત્રિ કર્ફ્યૂમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે.

આ સિવાય વેપાર-ધંધામાં પણ કેટલાક નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે હાલમાં રાત્રે 11 વાગ્યા સુધી વેપાર-ધંધા ચાલુ રાખી શકાય છે, જેમાં ફેરફાર કરીને આજથી રાત્રે 10 વાગ્યા સુધી જ ચાલુ રહેશે, એવી SOP બની શકે છે, સાથે જ 8 મહાનગરમાં 10 વાગ્યા સુધી રેસ્ટોરાં ખુલ્લી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed