કોરોનાની થર્ડ વેવની આગાહી ને લઈને તંત્ર આવ્યું એક્શનમાં, લેવાયો મોટો નિર્ણય

0

રાજ્યમાં કોરોના તેજ ગતિથી વધી રહ્યો છે. છેલ્લા બે દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે જેને લઇને રાજ્ય સરકારે કોરોનાની સ્થિતિ મુદ્દે સમીક્ષા કરવા ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી.

મુખ્ય સચિવની અધ્યક્ષતામાં બેઠક મળેલી આ બેઠકમાં કોરોનાને કાબૂમાં લેવા માટે શું કરવુ તે અઁગે તમામ પાસાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી છે.

પૂર્વ સીએમ રૂપાણી સરકાર વખતે કોરોનાની બીજી લહેરમાં રાજ્યના તમામ જિલ્લા અને તાલુકાની પરિસ્થિતિ ટેક્નિકલી રીતે ગાંધીનગરમાં જોઈ શકાય તેમજ તે અનુસાર તાત્કાલિક નિર્ણય લઈ શકાય તે માટે શરૂ કરવામા આવેલો કંટ્રોલ રુમ હવે ફરીથી શરૂ કરવામા આવશે.

મુખ્ય સચિવ પંકજ કુમારના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી.જેમાં 10 નોડલ ઓફિસર,આરોગ્ય અધિકારીઓ સહિતના સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા.જેમાં આગામી સમયમાં ગાંધીનગરમાં જૂના સચિવાલય ખાતે કોરોનાને લઈને પુન:કંટ્રોલ રુમ કાર્યરત કરાશે.

આ સાથે તંત્રને ટેકનિકલી અપડેટ રહેવા માટે પણ સૂચના અપાઇ ગઇ છે.અને સારી આરોગ્ય સુવિધા સહિત ડિજિટલી એક્ટિવ રહેવા પર ભાર મૂકાયો છે.આજે સરકારી મોટા તમામ કાર્યક્રમો રદ્દ કરવાનો પણ નિર્ણય લેવાયો.

રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.કોરોનાની ત્રીજી લહેરની આગાહી વચ્ચે કોરોનાના કેસ ત્રણ ગણી ઝડપથી વધી રહ્યા છે.ત્યારે તંત્ર પણ હવે કોરોના સંકટને જોતા સક્રિય થઇ ગયું છે.

રાજ્ય સરકારે તમામ સરકારી કાર્યક્રમો મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.સરકારના નિર્ણયને પગલે વાયબ્રન્ટ સમિટ રદ્દ કરવામાં આવ્યો છે.તથા અમદાવાદમાં ફલાવર શો સહિતના મનપાના જાહેર કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે.

આ કાર્યક્રમોની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાના જન્મદિવસે યોજાનાર કાર્યક્રમ નમો જોબ ફેર પણ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે.રાજ્યની પર્વત્માન સ્થિતિને જોતા તંત્રએ પણ કમર કસી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed