કોરોનાનું સંક્રમણ વધતા સ્કૂલોને લઈને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આપ્યું મહત્વનું નિવેદન-જાણો

0

સ્કૂલોમાં કોરોનાના સંક્રમણ પર શિક્ષણમંત્રી જીતુ વાધાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આરોગ્યમંત્રીએ આજે તરૂણો માટે વેક્સીનેશન મહાઅભિયાનની શરૂઆત કરાવી છે. હું આ વયના બાળકો અને તેમના માતા પિતાને વિનંતી કરું છું કે અનેક અપ્રચાર ભ્રમણાઓ ભૂતકાળમાં ચલાવ્યા હતા.

આજથી 15 થી 18 વયજૂથના બાળકોને કોરોના વિરોધી કોવૅક્સિનની રસી આપવાના દેશ વ્યાપી અભિયાનનો આરંભ થઈ ગયો છે. ગુજરાતમાં અંદાજે 35 લાખ જેટલા બાળકોને વૅક્સિનેશન પ્રક્રિયા અંતર્ગત આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની હાજરીમાં તરુણોના વેકસીનેશનનો પ્રારંભ કરાવ્યો છે. ગાંધીનગરની જી એમ ચૌધરી શાળામાં શિક્ષણમંત્રીએ વેક્સિનેશન કાર્યક્રમ શરૂ કરાવ્યો છે. ત્યારે તેમણે જણાવ્યું હતું કે બાળકોને અનુરૂપ વેકસીન છે અને પ્રક્રિયા પ્રમાણે મંજૂરી આપી છે. વાલીઓને અપીલ છે કે કોઈ પણ જાતના પેનિક કર્યા વિના બાળકોને રસી અપાવે.

હું રાજ્યની જાગૃત જનતાને સાથ સહકાર માટે અભિનંદન આપું છું.સ્કૂલોમાં કોરોનાના સંક્રમણ પર શિક્ષણમંત્રી જીતુ વાધાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આરોગ્યમંત્રીએ આજે તરૂણો માટે વેક્સીનેશન મહાઅભિયાનની શરૂઆત કરાવી છે.

હું આ વયના બાળકો અને તેમના માતા પિતાને વિનંતી કરું છું કે અનેક અપ્રચાર ભ્રમણાઓ ભૂતકાળમાં ચલાવ્યા હતા. બાળકોમાં વેક્સિનેશન હાલ આપણી પાસે એકમાત્ર લડવા માટે શસ્ત્ર છે. રાજ્ય સહિત દેશની જનતાએ વેક્સિનેશનને સારો પ્રતિસાદ આપ્યો છે.

કોઈ પણ પ્રકારનું પેનિક કર્યા વગર WHOનું મંજૂરી સાથે વિદ્યાર્થીઓને આ વયના બાળકોને એમને અનૂકૂળ એવું રસી આપણા દેશના આત્મનિર્ભર ભારતનું સૌ સાથે મળીને અને ઉત્સાહ તરીકે ઉજવીને આપણા બાળકો, ભગવાન સ્વરૂપ બાળકોના આર્શીવાદથી કોરોના નાસી જાય તે પ્રકારે બાળકો ફૂલ સ્વરૂપે છે ત્યારે બાળકોને વેક્સિનેશનના ડોઝ અપાવીને સુરક્ષિત કરીએ.

ધનસુરાની શાળામાં કોરોના ગાઈડલાઈનના ભંગ અંગે જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, જ્યાં પણ ફરિયાદ મળી છે ત્યાં કડક કાર્યવાહી કરી છે. અમે રાજ્યની દરેક સ્કૂલોમાં કોરોનાના નિયમોનું પાલન થાય તેના માટે સૂચનાઓ આપવામાં આવી છે. SOPનું ચુસ્ત પાલન થાય તે માટે સૂચના આપી છે. તેમણે ઉમેર્યું હતું કે આ મામલો તમે અમારા ધ્યાન પર મુક્યો છે તે અંગે સૂચના આપીશું.

જીતુ વાઘાણીએ દિવ્યાંગ બાળકો અને વિદ્યાર્થીઓ માટે એક મોટો નિર્ણય કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, 40% સુધી દિવ્યાંગતા વાળા તમામને શિષ્યવૃત્તિનો લાભ મળશે.

5.69 દિવ્યાંગોને લાભ મળશે. 2.82 લાખ પાસે કાર્ડ મળી ચુક્યા છે. અત્યાર સુધી 40% થી વધુ દિવ્યાંગ હોય તેમને જ લાભ મળતો હતો. પરંતુ નવા નાણાકીય વર્ષથી તેનો પ્રારંભ થશે.

બીજી બાજુ તરૂણોના વેક્સીનેશન શરૂ થયાને 4 કલાક પૂર્ણ થઈ ચૂક્યા છે. ત્યારે એક મહત્ત્વપૂર્ણ સમાચાર છે. રસી લેનારા કોઈ તરૂણને આડઅસર થઈ નથી. દેશના તરૂણોને વેક્સીનરૂપી કવચ અપાઈ રહ્યું છે.

તરૂણોને વેક્સીન આપી દેશનું ભવિષ્ય સુરક્ષિત કરવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. આજે સવારથી શાળાઓમાં વેક્સીન લેવા માટે લાઈન લાગી છે. વિદ્યાર્થીઓને શાળામાં જ વેક્સીન આપવામા આવી રહી છે.

અત્રે નોંધનીય છે કે, દેશભરમાં આજથી 15થી 18 વર્ષના વયના તરૂણો માટે વેક્સીનેશન મહાઅભિયાનની શરૂઆત થઈ, જેમાં દેશના 7.40 કરોડથી વધુ તરૂણો ઉપરાંત ગુજરાતના અંદાજે 35 લાખથી વધુ તરૂણોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે.

3થી 9 જાન્યુઆરી સુધી ચાલનારી મેગા ડ્રાઈવ અંતર્ગત 15 થી 18 વર્ષ વય જૂથના તરૂણોને વેક્સીનેશન સેન્ટર ઉપરાંત તેમની શાળામાં પણ રસી આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed