‘પુષ્પા’ આ સીન તમે નહિ જોયો હોઈ, જુઓ અહીં ફિલ્મ નો ડિલિટેડ સીન- જુઓ વિડીયો

0

સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ પુષ્પા કોરોના વચ્ચે પણ સિલ્વર સ્ક્રીન પર બમ્પર કમાણી કરી રહી છે. ફિલ્મને દર્શકો તરફથી અપાર પ્રેમ મળ્યો છે. આ ફિલ્મને ક્રિટિક્સ તરફથી પણ સારો રિસ્પોન્સ મળ્યો હતો.

જો કે આ ફિલ્મ કેટલાક વિવાદોમાં પણ રહી હતી અને નિર્માતાઓએ ફિલ્મની રજૂઆત પછી તેના કેટલાક દ્રશ્યો દૂર કરવા પડ્યા હતા. હવે ફિલ્મના નિર્માતાઓએ દર્શકોને એક ખાસ ભેટ આપી છે.

ફિલ્મ નિર્દેશકે આ ફિલ્મનો એક સીન સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. જેને ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે આ સીન હિન્દીમાં છે. જે વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે.

અલ્લુ અર્જુન-રશ્મિકા મંદન્ના સ્ટારર ડાયરેક્ટર સુકુમારની ફિલ્મ પુષ્પાના આ ડિલીટ કરેલા સીનનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં તહેલકો મચાવી રહ્યો છે.તમે પણ જોઈ લો.

સાઉથ ફિલ્મ સ્ટાર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મ પુષ્પા થિયેટર્સમાં બમ્પર કમાણી કરી રહી છે. આ ફિલ્મ રિલીઝ થયાને માત્ર 2 અઠવાડિયામાં જ 300 કરોડનો આંકડો પાર કરી લીધો.

અલ્લુ અર્જુન-રશ્મિકા મંડન્ના અભિનીત આ સમગ્ર ભારતમાં રિલીઝ થયેલી ફિલ્મ હતી. જેને નિર્માતાઓએ દેશભરમાં મોટા પાયે રિલીઝ કરી છે. ફિલ્મના બિઝનેસની વાત કરીએ તો વિદેશોમાં પણ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો છે. જેના કારણે આ ફિલ્મે અત્યાર સુધીમાં દુનિયાભરમાં 300 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed