અચાનક CR પાટીલ ખોડલધામ પહોંચીને નરેશ પટેલ સાથે આ મુદ્દે કરી ચર્ચા-જાણો અહીં

0

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આજે ખોડલધામની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે નરેશ પટેલ સાથે ખોડલધામમાં યોજાનાર પાટોત્સવની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે સુરતના ગોપાલભાઇ ચમારડી દ્વારા અમરેલીના બાબરાથી ખોડલધામ સુધી કાઢવામાં આવેલી પદયાત્રાનું પણ સ્વાગત કર્યું હતું

અહીં સી.આર.પાટીલની મુલાકાત દરમિયાન અનેક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં મનસુખ ખાચરિયા સહિત ભાજપના આગેવાનોએ પણ હાજરી આપી હતી.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ચમારડીથી ખોડલધામ પદયાત્રાનું લીલાખામાં સ્વાગત કરાયું હતું મહત્વનું છે કે ખોડલધામના નરેશ પટેલ હાલ ગુજરાત ભ્રમણ કરી રહ્યા છે.

ખોડલધામ કાગવડને પાંચ વર્ષ પૂર્ણ થતા આગામી ૨૧ જાન્યૂઆરી ૨૦૨૨ના રોજ યોજાનાર પંચમ પાટોત્સવની ઉજવણીનો કાર્યક્રમ યોજાનાર છે જેને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

પાટોત્સવ પૂર્વ નરેશ પટેલ કહી ચુક્યા છે કે માં ખોડલના 5 વર્ષ પૂરા થયા જઈ રહ્યા છે. તે ભાગરૂપે ખોડઘામ ખાતે 21 જાન્યુઆરી 2022ના રોજ ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજવાનું ટ્રસ્ટે નક્કી કરેલ છે. આ ફક્ત સમાજનો કાર્યક્રમ છે.

આમાં કોઈ પોલિટિકલ પાવર બતાવવાનો કાર્યક્રમ હોય ન શકે. આ પહેલા વડોદરાના કાર્યક્રમ દરમિયાન તે પાટીદાર અનામત આંદોલનના કેસ પરત ખેચવા પર પણ બોલ્યા હતા કે પાટીદાર યુવકો પરના કેસ પાછા ખેંચવામાં એડમિનિસ્ટ્રેશનના પ્રશ્નો આવે છે.મુખ્યમંત્રીએ 3 મહિનામાં કેસ પાછા ખેચવાનું કહ્યું છે. સાથે પેપર લીક મુદ્દે પણ કહ્યું હતું કે પરીક્ષા પેપરલીક જેવી ઘટના ન બને તેની સરકાર તકેદારી રાખે તે જરૂરી છે.

શ્રી ખોડલધામ મંદિરમાં મા ખોડલની સાથે અન્ય 20 દેવી-દેવતાઓની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. મંદિરના મંડોવરથી શિખર સુધી કુલ 650 જેટલી મૂર્તિ કંડારીને મૂકવામાં આવી છે. મંદિરની જગતીમાં રહેલી પટેલ પેનલમાં ધરતીપુત્ર પટેલની મૂર્તિઓ કંડારીને મૂકાઈ છે.

શ્રી ખોડલધામ એકમાત્ર એવું મંદિર છે જેની જગતીમાં કલાત્મક પટેલ પેનલ મૂકવામાં આવી હોય. શ્રી ખોડલધામ મંદિર વિશ્વનું પ્રથમ એવું મંદિર છે જેના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે.શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની સ્થાપના 08-03-2010ના રોજ થઈ હતી.જેનો વિચાર નરેશ પટેલને 2002માં મિત્રો સાથે વાત કરતાં આવ્યો હતો.

તે એક વિશાળ વ્યાપક હિન્દુ મંદિરોમાંનું એક છે, જેનો વિસ્તાર 299 ફૂટ લાંબો, 253 ફૂટ પહોળો અને 135 ફૂટ ઊંચો છે, જે વિશાળ વિસ્તારને આવરે છે. આ ભવ્ય મંદિરમાં મા ખોડિયારની મૂર્તિઓની સાથે મા અંબા, મા બહુચર, મા આશાપુરા, મા વેરાઇ, મા મહાકાળી, મા અન્નપૂર્ણા, મા ગાત્રાળ, મા રાંદલ, મા બુટભાવાની, મા બ્રહ્માણી, મા મોમાઈ, મા ચામુંડા, મા ગેલ અને મા શિહોરી, મા નાગબાઈ, મા હરસિદ્ધિ, વીર હનુમાનજી, ગણપતિજી, રામ-સીતા અને રાધા-કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.

ખોડલધામ મંદિર બંસી પહાડપુરના 2 લાખ 30 હજાર ઘનફૂટ પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે, જે રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં બયાના ગામની નજીકની ખાણમાંથી નીકળે છે.મંદિરની પહોળાઈ 252 ફુટ, 5 ઇંચ છે. મંદિરની લંબાઈ 298 ફુટ, 7 ઇંચ છે જ્યારે જમીનથી ધ્વજદંડ સુધીની ઊંચાઈ 159 ફુટ, 1 ઇંચ છે.

ખોડલધામ મંદિરની ટોચ પર એક 14 ફૂટ ઉંચો, 6 ટનનો સૂવર્ણ જડિત કળશ સ્થાપિત કરાયો છે. કલશની પાસે 40 ફૂટ ઊંચો ધ્વજદંડ મૂકવામાં આવ્યો છે. ધ્વજદંડ પર બાવન ગજની ધ્વજા લહેરાઈ રહી છે. ઓરિસ્સાના કારીગરો દ્વારા કંડારવામાં આવેલી લગભગ 650 મૂર્તિઓ માંડોવરથી ખોડલધામ મંદિરની શિખર સુધી સ્થાપિત કરવામાં આવી છે.

પિલર, બિમ, તોરણ, છતની ડિઝાઈન એ બધું રાજસ્થાનના કારીગરોએ કંડાર્યું છે. ખોડલધામ મંદિરનો સમાવેશ મહામેરૂ પ્રાસાદમાં થાય છે. એટલે કે જેનું સ્વરૂપ મોટા પર્વત જેવું હોય તેને મહામેરૂ પ્રાસાદ કહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed