કોહલીએ પોતાની ભૂલ સ્વીકારતા ટીમ ઇન્ડિયાને ચૂકવવી પડશે મોટી રકમ-જાણો અહીં

0

સેન્ચ્યુરિયન ટેસ્ટમાં ધીમી ગતિથી બોલિંગ કરવા માટે ભારતીય ટીમને અનેક પ્રકારની સજા મળી છે. પહેલો દંડ તરીકે ફીનો 20 ટકા ભાગ કાપી લેવામાં આવ્યો છે. જો કે ભારતીય ટીમને તેનાથી વધુ ફરક પડતો નથી.

પરંતુ બીજા દંડ માટે મોટી કિંમત ચૂકવવી પડી શકે છે. બીજી સજાના દંડ તરીકે ભારતીય ટીમનો વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપમાંથી એક પોઈન્ટ કાપી લેવામાં આવ્યો છે. આઈસીસી મેચ રેફરી એન્ડ્રયુ પાઈક્રોફ્ટે ભારતના લક્ષ્યથી એક ઓવર ઓછી થયા બાદ આ પ્રતિબંધ લગાવ્યો.

ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની ભૂલનો સ્વીકાર કર્યો છે. એટલેકે ગુના માટે દોષી ઠેરવવાના કેસમાં કોઈ ઔપચારિક સુનાવણી થશે નહીં. જો ટીમ મેનેજમેન્ટ સજાની વિરુદ્ધ અપીલ કરતુ તો આઈસીસીની પેનલ સુનાવણી કરતુ.

એમ્પાયર મરૈસ ઇરાસ્મસ, એન્ડ્રીયન હોલ્ડસ્ટોક, અલ્લાહુદ્દીન પાલેકર અને બોન્ગાની જેલેએ ભારતીય ટીમ પર ધીમી બોલિંગ કરવાનો આરોપ લગાવ્યો હતો.

ભારતીય ટીમ અત્યારે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે, જ્યાં ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી રમાવાની છે. આગામી ટેસ્ટ મેચ 3 જાન્યુઆરી 2022થી શરૂ થવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed