નવા વર્લ્ડ રેકોર્ડ સાથે બીજી મેચ માં ભારતીય ખેલાડી એ કર્યો કઈક આવો કમાલ – જુઓ અહી

0

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટનો આજે બીજો દિવસ હતો. ભારતીય બોલરના તરખાટ સામે ન્યૂઝીલેન્ડનો ધબડકો થયો હતો. 62 રન પર ન્યૂઝીલેન્ડ ઓલઆઉટ થયું છે. ભારતે પહેલી ઈનિંગ્સમાં 325 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ હતું. ભારત વતી રવિચંદ્રન અશ્વિને ચાર, મોહમ્મદ સિરાજે 3, અક્ષર પટેલે 2, જયંત યાદવે 1 વિકેટ ઝડપી છે. બીજી ઈનિંગ્સમાં ભારતની મકક્મ શરુઆત થઈ છે અને સ્કોર 63 રને શૂન્ય વિકેટ છે.

ટેસ્ટ ક્રિકેટ માટે આજનો દિવસ યાદગાર રહેવાનો છે કારણ કે ન્યૂઝીલેન્ડના સ્પિનર એજાઝ પટેલે ભારતની તમામ 10 વિકેટ ખેરવી હતી. સાથે ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ ઈનિંગ્સમાં 62 રનમાં ઓલ આઉટ થઈ હતી. અને બીજી ઈનિંગ્સમાં બેટિંગ કરતા ઈન્ડિયન ઓપનર્સે વગર વિકેટ 69 રન કરી દીધા છે. આ રનો સાથે ટીમ ઈન્ડિયા પાસે 332 રનની લીડ છે.

પહેલી ઈનિંગ્સમાં 4 વિકેટ ઝડપવાની સાથે જ આર અશ્વિન (423 વિકેટ) ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે 12માં નંબરે આવી ગયો છે. અશ્વિને સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ દિગ્ગજ ઝડપી બોલર શોન પોલોક (421 વિકેટ)ના રેકોર્ડને તોડી દીધો છે.

આ મેચમાં મૂળ ભારતમાં જન્મેલા ન્યૂઝીલેન્ડના સ્પિનર એજાઝ પટેલે ભારતની તમામ 10 વિકેટો ઝડપી ઈતિહાસ સર્જ્યો છે. આ સાથે જ તે ટેસ્ટની પ્રથમ ઈનિંગ્સમાં તમામ 10 વિકેટ ખેરવનાર વિશ્વનો પ્રથમ બોલર બન્યો છે. અગાઉ અનિલ કુંબલે અને જિમ લેકરે વિરોધી ટીમની તમામ 10 વિકેટ ખેરવી હતી, પરંતુ તે વિકેટો બીજી ઈનિંગ્સમાં અને મેચના 5મા દિવસે લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed