પત્નીની તાજમહેલની મંગ પર પતિએ બનાવ્યું તાજમહેલ જેવું જ 4 બેડરૂમનું ઘર-જુઓ તસ્વીર

0

મધ્યપ્રદેશના બુરહાનપુરના સ્કૂલ-સંચાલક આનંદ પ્રકાશ ચોકસેએ પોતાનું ઘર તાજમહેલ જેવું જ બનડાવ્યું છે. આ ઘર તૈયાર થતાં 3 વર્ષ જેટલો સમય લાગ્યો, જેમાં 4 બેડરૂમ છે. પ્રેમની નિશાની સમાન આ તાજમહેલની રેપ્લિકાને આનંદ પ્રકાશે પોતાની પત્ની મંજૂષાને ગિફ્ટમાં આપી છે, જેમાં એક મોટો હોલ, 2 બેડરૂમ નીચે અને 2 બેડરૂમ ઉપર છે. આ ઉપરાંત કિચન, લાઇબ્રેરી અને મેડિટેશન રૂમ પણ છે.

આગ્રાની શાન એવા તાજમહેલના મુઘલકાળમાં શાહજહાંએ પોતાની બેગમ મુમતાઝ માટે બનડાવ્યો હતો. મુમતાઝનું મોત 14મા પ્રસવ પીડા સમયે બુરહાનપુરના એક મહેલમાં થયું હતું. 6 મહિના સુધી મુમતાઝનો પાર્થિવદેહ બુરહાનપુરના આહુખાનામાં સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. શાહજહાંએ પહેલાં બુરહાનપુરમાંથી પસાર થતી તાપ્તી નદીના કાંઠે તાજમહેલ બનાવવા માગતો હતો, પરંતુ કોઈ કારણસર તેને બુરહાનપુરની જગ્યાએ આગ્રામાં તાજમહેલ બનડાવ્યો હતો.

ચોક્સેએ જણાવ્યું કે તેના મનમાં એ વાતનો રંજ હતો કે બુરહાનપુરમાં તાજમહેલ કેમ ન બન્યો, તેથી તેને પોતાની પત્નીને શાહજહાંની જેમ તાજમહેલ ગિફ્ટ કરવાનું નિશ્ચિત કરી લીધું. આ ઘર બનાવવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, પરંતુ આનંદના અતૂટ વિશ્વાસને કારણે તાજમહેલ જેવું મકાન બનાવવામાં તેમને સફળતા મળી.

તાજમહેલ જેવું જ ઘર બનાવવા માટે કન્સલ્ટિંગ એન્જિનિયર પ્રવીણ ચોક્સેએ જણાવ્યું- આનંદ ચોક્સેએ તેમને તાજમહેલ જેવું ઘર બનાવવાનું કહ્યું હતું. આ કામ ઘણું જ મુશ્કેલ હતું. આનંદ અને તેમનાં પત્ની તાજમહેલ જોવા આગ્રા ગયાં હતાં. પરત ફર્યા બાદ એન્જિનિયરોને તાજમહેલ જેવું જ ઘર બનાવવાનું કહ્યું. એ બાદ એન્જિનિયર પ્રવીણ ચોક્સે પણ આગ્રા જઈને તાજમહેલ જોઈ આવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed