ઇન્ડિયન ટીમ માં ભારે તિરાડ નવા જૂની ના એંધાણ આવ્યા સામે – જાણો અહી

0

પાકિસ્તાનના પૂર્વ બોલર મુશ્તાક અહેમદે ઈન્ડિયન ટીમના ડ્રેસિંગ રૂમમાં ચાલી રહેલા વિવાદ અંગે ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે ઈન્ડિયન ટીમ 2 ગ્રુપમાં વહેંચાઈ ગઈ છે. જ્યારે એક શાનદાર કેપ્ટન કહે છે કે તે કેપ્ટનશિપ છોડવા માગે છે ત્યારે એનો અર્થ એ થાય છે કે ટીમના ડ્રેસિંગ રૂમમાં બધુ બરાબર નથી. મને લાગે છે કે અહીં મુંબઈ અને દિલ્હી એમ 2 જૂથ પડી ગયા છે.

મુશ્તાકે વધુમાં જણાવ્યું હતું કે મારા મત મુજબ વિરાટ કોહલી ટૂંક સમયમાં T-20 ઈન્ટરનેશનલ મેચ રમવાનું છોડી દેશે અને IPL રમવાનું ચાલુ રાખશે. ટીમ ઈન્ડિયાનું ICC ઈવેન્ટમાં ફ્લોપ રહેવાનું કારણ IPL છે. આખી ટીમ સતત બાયો બબલમાં રહી કે છેવટે તે થાકી ગઈ.

ભાસ્કરે બુધવારે સવારે ઈન્ડિયન ટીમમાં ગ્રુપ પડી ગયા હોવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં કહેવાયું હતું કે ટીમ ઈન્ડિયા 2 ભાગમાં વહેંચાઈ ગઈ છે. હવે આ અંગે ઘણા દિગ્ગજ ખેલાડીઓ પણ પોતાનો મત રજૂ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી વિરૂદ્ધ ઇંગ્લેન્ડ સિરીઝમાં કેટલાક ખેલાડીએ ફરિયાદ કરતા BCCIને એ હદે કહી દીધું હતું કે વિરાટ હેઠળ તેઓ અસુરક્ષિત હોય તેમ લાગે છે. રિપોર્ટ્સમાં ઘણા નામ પણ સામે આવ્યા હતા પરંતુ આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટી થઈ નથી. કોહલી પછી હવે T-20માં રોહિત શર્માને કેપ્ટન બનાવાયો છે. વળી રાહુલ દ્રવિડ ઈન્ડિયન ટીમના કોચ રહેશે.

ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ 17 નવેમ્બરે શરૂ થઈ રહેલી T-20 સિરીઝમાં વિરાટ કોહલીને આરામ અપાયો છે. તેવામાં અનુમાન લગાવાઈ રહ્યું છે કે કોહલી ટેસ્ટ સિરીઝમાં પણ ટીમનો ભાગ નહી હોય અને રોહિત શર્મા ટીમની કેપ્ટનશિપ સંભાળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed