યુવરાજ સિંહ એ દિવાળી ની શુભેચ્છા પાઠવતા ની સાથે કહ્યું કઈક એવું કે ચોંકી જશો – જાણો અહી

0

પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને દિવાળીની શુભેચ્છા પાઠવી છે. યુવરાજે આ વીડિયો દ્વારા ફટાકડા વિશે ફેન્સને ખાસ સંદેશ પણ આપ્યો છે. યુવીએ કહ્યું કે જો તે ફટાકડા વિશે કંઈક બોલે તો કદાચ લોકોને ખોટુ લાગી જશે, તેથી સમજદાર માટે એક ઈશારો પૂરતો છે. વાસ્તવમાં, પર્યાવરણને પ્રદૂષણ મુક્ત રાખવા માટે ઘણી હસ્તીઓ ફટાકડાનો ઉપયોગ ન કરવાની સલાહ આપી રહી છે, પરંતુ કેટલાક ટ્રોલર્સ તેને હિન્દુ ધર્મના તહેવાર સાથે જોડીને ટ્રોલ કરે છે. તેવામાં યુવરાજે સ્પષ્ટપણે ટ્રોલર્સ સામે કટાક્ષ કરતા આ વીડિયો પોસ્ટ કર્યો હતો, જે અત્યારે વાઈરલ થઈ રહ્યો છે.

યુવરાજ સિંહે વીડિયોમાં કહ્યું- મારી તરફથી આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દીવા કરો, મીઠાઈઓ ખાઓ અને પ્રેમ વહેંચો. હું ફટાકડા વિશે કંઈ કહીશ નહીં કારણ કે કેટલાક લોકોને ખોટુ લાગી શકે છે. સમજદારને ઈશારો પૂરતો છે.’ આ વીડિયો શેર કરતા યુવરાજે લખ્યું, ‘મારી તરફથી તમને બધાને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઘણી બધી ખુશીઓ આવે, અંધકારને દૂર કરે! એવી મારી પ્રાર્થના છે. યુવરાજ ઉપરાંત તમામ દિગ્ગજ ક્રિકેટર્સે સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને દિવાળીની શુભેચ્છા પાઠવી છે.

સિક્સર કિંગ યુવરાજની રી-એન્ટ્રી
યુવરાજ સિંહ એટલે સિક્સર કિંગ. તે ટીમ ઈન્ડિયાના મોટા મેચ વિનરોમાંથી એક છે. આમ તો યુવરાજ સિંહે ઈન્ટરનેશનલ ક્રિકેટને છોડી દીધું છે. જોકે હવે તેણે પિચ પર ફરીથી ઊતરવાના સંકેત આપ્યા છે. 2011ના વર્લ્ડ કપના હીરો રહેલા યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો મૂકીને ફેબ્રુઆરી 2022માં ફરીથી પિચ પર ઊતરવાનો ઈશારો કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed