ગુજરાત માં વાવાઝોડાને લઈને હવામાન વિભાગે ઊંઘ ઉડાડી મૂકે તેવી આગાહી કરી,

0

ગુજરાત માં વાવાઝોડાને લઈને હવામાન વિભાગે ઊંઘ ઉડાડી મૂકે તેવી આગાહી કરી,,હાલમાં ગુજરાતમાં હવામાન તોફાની બન્યું છે. ગુજરાતનાં લગભગ તમામ વિસ્તારોમાં કાલે વરસાદ પડ્યો છે. મધ્યથી ભારે વરસાદના કારણે ખેતીના પાકને પણ ભારે નુકસાન પહોંચી રહ્યું છે.

જો કે આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા હજી પણ 10 તારીખ સુધી વરસાદ રહેવાની શક્યતા છે. તેવામાં ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ આગાહી પર હવામાન વિભાગ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના અનુસાર આગામી 3 દિવસમાં રાજ્યમાં વરસાદ યથાવત્ત રહેશે. તમામ વિસ્તારોમાં મધ્યમથી ભારે અને અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર છે. કચ્છમાં પણ બે દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હાલ સાયકલોન અંગે કોઈ ખતરો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed