મોદી ની અમેરિકા ના ઉપરાષ્ટ્રપતિ હેરિસ સાથે ની મુલાકાત માં પાકિસ્તાન વિશે કટાક્ષ કરતા કહ્યું કે….

0

અમેરિકાની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે રાત્રે અમેરિકાના વાઈસ પ્રેસિડન્ટ કમલા હેરિસ સાથે મુલાકાત કરી. આ પહેલો પ્રસંગ હતો જ્યારે કોઈ ભારતીય મૂળની અમેરિકી ઉપરાષ્ટ્રપતિએ ભારતીય વડાપ્રધાન સાથે મુલાકાત કરી. આ મીટિંગ દરમિયાન કમલા હેરિસે આતંકવાદ અને તેમાં પાકિસ્તાનની ભૂમિકાનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેઓએ કહ્યું કે પાકિસ્તાનમાં અનેક આતંકી સંગઠનો છે. હેરિસે પાકિસ્તાનને સલાહ આપી છે કે તેઓ આતંકી સંગઠનો પર કાર્યવાહી કરે કે જેથી અમેરિકા અને ભારતની સુરક્ષા સામે ખતરો ઊભો ન થાય.

કમલા હેરિસે સરહદ પારના આતંકવાદના મુદ્દે મોદીના નિવેદન પર પણ સહમતિ વ્યક્ત કરી છે. સાથે જ તે વાત પર પણ એકમત થયા કે ભારત દશકાઓથી આતંકવાદનો શિકાર બની રહ્યું છે અને હવે આતંકી સંગઠનોને પાકિસ્તાનથી મળી રહેલી મદદ પર અંકુશ લગાવવા અને તેના કડક વલણ અપનાવવાની જરૂરિયાત છે.

તો વડાપ્રધાન મોદીએ કહ્યું કે મારું અને મારા ડેલિગેશનનું સ્વાગત કરવા માટે ધન્યવાદ. થોડાં મહિના પહેલાં વાતચીતની તક મળી હતી. તે એ સમય હતો જ્યારે ભારત બીજી લહેરનો સામનો કરી રહ્યું હતું. તમે સહાયતા માટે જે સાથ આપ્યો તેના માટે તમારો આભાર વ્યક્ત કરું છું.

કમલા હેરિસ સાથેની ચર્ચામાં મોદીએ વધુમાં કહ્યું કે અમેરિકામાં તમે વાઈસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા તે મહત્વપૂર્ણ છે. આ દુનિયા માટે પ્રેરણાસ્ત્રોત છે. તમે અને બાઈડેન મળીને ભારત-અમેરિકાના સંબંધોને વધુ મજબૂત કરો. અમે તમારું સન્માન કરીએ છીએ, હું તમારું ભારતમાં સ્વાગત કરવા ઈચ્છું છું. તમારી વિજય યાત્રા ઐતિહાસિક છે.

મોદીએ એમ પમ કહ્યું કે વિશ્વની સૌથી મોટી અને સૌથી જૂની ડેમોક્રેસી તરીકે ભારત અને અમેરિકા નેચરલ પાર્ટનર છે. આપણાં મૂલ્યોમાં સમાનતા છે. આપણો તાલમેલ અને સહયોગ સતત વધી રહ્યો છે.

અમેરિકાના વાઈસ પ્રેસિડન્ટે મોદીનું સ્વાગત કરતા બંને દેશોના મજબૂત સંબંધોને નવી ઊંચાઈ આપવાની જરૂરિયાત પર ભાર આપ્યો. તેઓએ કહ્યું કે ભારતના આ નિર્ણયથી ઘણાં ખુશ છે કે તેઓ ફરીથી વેક્સિન એક્સપોર્ટ કરવા જઈ રહ્યાં છે. ત્યાં હવે દરરોજ એક કરોડથી વધુ લોકોને વેક્સિનેટ કરવામાં આવે છે અને આ સંખ્યા ઝડપથી વધી રહી છે. ભારતમાં જ્યારે કોવિડ ખતરનાક બન્યો હતો ત્યારે અમેરિકા આ મુશ્કેલ સમયમાં તેમની સાથે ઊભું હતું.

હેરિસે સુરક્ષા મામલોનો ઉલ્લેખ કરતા કહ્યું કે અમે બંને હિંદ અને પ્રશાંત મહાસાગરમાં ફ્રી ટ્રેડ અને ફ્રી રૂટને મહત્વ આપીએ છીએ અને આ દિશામાં કામ કરી રહ્યાં છીએ. ક્લાયમેન્ટ ચેન્જના મુદ્દાને પણ ભારત સરકાર ગંભીરતાથી લઈ રહ્યું છે. અમને વિશ્વાસ છે કે બંને દેશ મળીને પીપલ્સ-ટૂ-પીપલ્સ કોન્ટેક્ટ વધારશે અને વિશ્વમાં તેનો સારો પ્રભાવ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed