ચાલુ પ્લેન માં પણ કામ કરે છે PM મોદી ,કહ્યું કે લાંબા પ્રવાસ નો અર્થ….

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ત્રણ દિવસના પ્રવાસ માટે અમેરિકા રવાના થયા છે. તેમણે અમેરિકા પહોંચતા પહેલા પોતાના ટ્વિટર હેન્ડલમાં એક ફોટો શેર કર્યો છે. જેમાં તે કેટલીક ફાઈલોને જોતા જોવા મળી રહ્યાં છે. તેમણે ટ્વીટ કરતા લખ્યું કે લાંબા ઉડાનનો અર્થ પેપર્સ અને કેટલાંક ફાઈલવર્ક કરવા સાથે પણ છે. આ ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઈરલ થયો છે. જેમાં લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી પૂર્વ વડાપ્રધાન લાલ બહાદૂર શાસ્ત્રી કરી છે.

એમ કહેવાય છે કે છેલ્લાં સાત વર્ષમાં તેમણે એક દિવસ પણ રજા લીધી નથી. દિવસમાં લગભગ 18 કલાક કામ કરે છે. તેનું ઉદાહરણ તાજેતરમાં જ જોવા મળ્યું છે. જ્યારે પીએમ મોદી અમેરિકાના પ્રવાસ માટે રવાના થયા હતા ત્યારે. પીએમ ત્રણ દિવસના અમેરિકાના પ્રવાસ માટે બુધવારે રવાના થયા હતા. જોકે અમેરિકા પહોંચતાં પહેલાં વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તેઓ કેટલીક ફાઈલો જોઈ રહ્યા છે.
તેમણે ટ્વીટ કરી લખ્યું છે કે લાંબા ઉડાનનો અર્થ પેપર્સ અને કેટલાંક ફાઈલવર્ક કરવા સાથે પણ છે. એની સાથે જ તેમણે ફાઈલ ચેક કરતાં ફોટા પણ શેર કર્યા છે.

વડાપ્રધાન મોદી સવારે લગભગ 3.30 વાગ્યે વોશિંગ્ટનના એન્ડ્રયુઝ એરબેઝ પર ઊતર્યા હતા. કોવિડ-19 મહામારી પછી આ પડોશી દેશોને છોડીને પીએમ મોદીની પ્રથમ વિદેશીયાત્રા છે. પીએમ મોદી ભારતીય ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળની સાથે એર ઈન્ડિયા વન બોઈંગ 777 વીવીઆઈપી વિમાનની સાથે બુધવારે સવારે 11 વાગ્યે અમેરિકા માટે રવાના થયા હતા.

આ પ્રવાસને ખૂબ જ મહત્ત્વનો ગણવામાં આવી રહ્યો છે. અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા પછી પ્રથમ વખત જો બાઈડન સાથે વડાપ્રધાન મોદી મુલાકાત કરશે. મોદી પણ આ પ્રવાસને લઈને ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા. તેમણે રવાના થતાં પહેલાં ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.

પીએમ મોદી દ્વારા પોસ્ટ કરવામાં આવેલી તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. મોદી પેન લઈને કાગળમાં લખતા પણ દેખાઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ તસવીરની સાથે એક કેપ્શન પણ લખી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed