વિરાટ કોહલી નું મોટું એલાન ,હવે કંટાળી ને છેલ્લે બેંગલોર ની કેપ્ટન શિપ પણ છોડશે – જુઓ અહી

0

વિરાટ કોહલીએ T-20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમની કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કર્યાના ગણતરીના દિવસ બાદ વધુ એક મોરચે કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય કર્યો છે. કોહલીએ IPLની વર્તમાન સીઝન બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ની કેપ્ટનશિપ પણ છોડવાનો નિર્ણય કર્યો છે.

RCB તરફથી રવિવારે સોશિયલ મીડિયા પર આ અંગે જાણકારી આપવામાં આવી છે. કોહલીએ IPL-2021માં અંતિમ વખત RCB માટે કેપ્ટનશિપ કરતો દેખાશે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી મહિને શરૂ થનારા T-20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમની કેપ્ટનશિપ છોડી દેવાની વિરાટ કોહલી અગાઉ જાહેરાત કરી ચૂક્યો છે. આ ઉપરાંત વિરાટ કોહલી 2013ની સીઝનથી RCBનો કેપ્ટન રહ્યો છે.

કોહલીએ કહ્યું હતું કે RCBના કેપ્ટન તરીકે આ મારી અંતિમ IPL હશે. હું મારી અંતિમ IPL મેચ સુધી RCBનો ખેલાડી તરીકે જળવાઈ રહીશ. મારા પર વિશ્વાસ કરવા અને મારું સમર્થન કરવા બદલ હું RCBના તમામ પ્રશંસકોનો આભાર વ્યક્ત કરું છું.

વિરાટે વધુમાં જણાવ્યું હતું કે પ્રતિભાશાળી ખેલાડીઓથી ભરેલી RCBની કેપ્ટનશિપ કરવી એ એક શાનદાર અને પ્રેરણાત્મક યાત્રા રહી છે. હું આ પ્રસંગે RCBનો આભાર વ્યક્ત કરવા ઈચ્છું છું. મેનેજમેન્ટ, કોચ, સહયોગી સ્ટાફ, ખેલાડી અને સમગ્ર RCB પરિવારે અનેક વર્ષો સુધી મહત્ત્વની જવાબદારી નિભાવી છે. આ એક સરળ નિર્ણય ન હતો. RCB મારા હૃદયની નજીક છે, કારણ કે અમે શ્રેષ્ઠતા હાંસલ કરવાના પ્રયત્નો સતત કરતા રહીએ છીએ.

RCBના CEO પ્રથમેશ મિશ્રાએ કહ્યું હતું કે વિરાટ કોહલી ખૂબ જ સારા ક્રિકેટર પૈકીનો એક છે. તેનું નેતૃત્વ કૌશલ અદભુત રહ્યું છે. અમે તેના નિર્ણયનું સન્માન અને સમર્થન કરી છીએ. વિરાટને RCB નેતૃત્વ સમૂહમાં તેના અવિશ્વસનીય યોગદાન માટે આભાર વ્યક્ત કરવા ઈચ્છીએ છીએ.

વિરાટે અગાઉ જ્યારે T-20 ટીમની કેપ્ટનશીપ છોડી ત્યારે કહ્યું હતું કે ટેસ્ટ અને વનડે ટીમની કેપ્ટનશિપ જાળવી રાખવામાં આવશે. વિરાટ હવે બેટિંગ પર વિશેષ ધ્યાન આપવા ઈચ્છે છે. છેલ્લાં બે વર્ષથી તેનું બેટિંગ પર્ફોર્મ નબળું રહ્યું છે. તે લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય સ્તરે સદી ફટકારી શક્યો નથી.

વિરાટ કોહલી 2013ની સીઝનથી RCBનો કેપ્ટન રહ્યો છે. તેના નેતૃત્વમાં ટીમ ફાઈનલમાં તો ચોક્કસ પહોંચેલી પણ એકપણ વખત ટૂર્નામેન્ટ જીતી શકી નથી. વિરાટે IPLમાં અત્યારસુધીમાં 132 મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું છે. આ પૈકી 60માં RCBને જીત મળી છે. 65 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. 3 મેચ ટાઈ રહી છે અને 4 મેચમાં કોઈ પરિણામ આવી શક્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed