કુમાર કાનાણી એ સુરત માં આપ વિશે કહ્યું કે આગામી ચૂંટણી માં ….

0

નવા મંત્રીમંડળની પસંદગી પર રાજ્યકક્ષાના પૂર્વ આરોગ્ય મંત્રીએ DivyaBhaskar સાથે ખાસની વાતચીત કરી હતી. જેમાં તેમણે અનેક બાબતોનો સ્વીકાર કરીને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. પાર્ટીના હિતમાં હું સત્ય વાત કરી રહ્યો છું. સાચી હકીકતોથી પક્ષને વાકેફ કરવા એ મારી જવાબદારી છે. કાનાણીએ કહ્યું કે 2022ની આગામી વિધાનસભા ચૂંટણીમાં વરાછા બેઠક જીતવી ખૂબ જ અધરી છે, કારણ કે ભાજપના મતદારો ભાજપથી વિમુખ થઈ રહ્યા છે. વરાછા હવે આપનું એપી સેન્ટર બની રહ્યું છે.

નવા મંત્રીમંડળમાં સુરતના ધારાસભ્યોને જ સ્થાન આપવામાં આવ્યું છે. તેના પરથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે આગામી વિધાનસભામાં સુરત શહેરમાં આપના વધતા દબદબાને કાબૂમાં લેવાની એક રણનીતિ છે. વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી પોતે સ્વીકારે છે કે, આગામી વિધાનસભામાં વરાછા બેઠક ખૂબ જ અઘરી છે. વરાછા બેઠક ઉપર જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જ સારા ઉમેદવારને પસંદ કરવો પડશે તેવું તેમણે સ્પષ્ટ કહ્યું છે. આશ્ચર્યજનક વાત એ છે કે તેમણે પોતે જ સ્વીકાર્યું છે કે વર્ષો જૂના ભાજપના કમિટેડ મતદારો હવે પાર્ટીથી વિમુખ થયા છે.

કોર્પોરેશનના ઇલેક્શનમાં જે પ્રકારે આમ આદમી પાર્ટીએ દેખાવ કર્યો છે. કોર્પોરેશનમાં જે રીતે આમ આદમી પાર્ટી વિરોધ પક્ષમાં બેઠું છે ત્યારથી અનેક પ્રજાલક્ષી મહત્વના મુદ્દાઓને ઉઠાવવામાં સફળ રહી છે. વરાછા, કામરેજ, કતારગામ, કરંજ જેવા વિધાનસભા વિસ્તારોમાં આમ આદમી પાર્ટી સતત કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો વિરુદ્ધમાં અનેક પ્રશ્નો લોકો સુધી પહોંચાડવામાં સફળ થયા છે. સ્વભાવિક છે કે તેના કારણે આગામી વિધાનસભામાં પણ ભારતીય જનતા પાર્ટી માટે આ તમામ પાટીદાર વિસ્તારની વિધાનસભા બેઠકો ઉપર તેનું વર્ચસ્વ જોવા મળી શકે છે.

વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી પોતે સ્વીકારે છે કે, આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ તેમના વિસ્તારમાં વધ્યું છે. ખૂબ જ મોટી વાત તેમણે સ્વીકારી કે આ વિધાનસભા બેઠક ઉપર લોકોમાં જતો અને પકડ રાખતો ઉમેદવાર જ આ વિધાનસભા જીતાડી શકે તેમ છે. પાર્ટીએ આગામી વિધાનસભામાં ખૂબ જ ચોકસાઇપૂર્વક તપાસ કર્યા બાદ ઉમેદવારની પસંદગી કરવાની રહેશે. આમ આદમી પાર્ટીનો વર્ચસ્વ વધી રહ્યું છે તેમાં કોઈ બેમત નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed