પિતાના રાજીનામાં પર કોઈએ ટિપ્પણી કરી તો દીકરીએ જડબાતોડ આપ્યો જવાબ- જુઓ રૂપાણીની દીકરીનો ભાવુક પત્ર

0

પિતાના રાજીનામાં પર કોઈએ ટિપ્પણી કરી તો દીકરીએ જડબાતોડ આપ્યો જવાબ- જુઓ રૂપાણીની દીકરીનો ભાવુક પત્ર,ગુજરાતમાં હવે નવા મુખ્યમંત્રી સત્તારૂઢ થવા જઈ રહ્યા છે. એક ટર્મ પૂરી કરી ચૂકેલા મુખ્યમંત્રી CM રૂપાણીએ રાજીનામું આપી દીધું છે.

ગુજરાતનાં રાજકીય વિશ્લેષકો દ્વારા તેમના રાજીનામાની સમીક્ષા કરવામાં આવી રહી છે. તેમના કાર્યકાળમાં સરકારના પરફોર્મન્સની સમીક્ષા પણ કરવામાં આવી રહી છે. એવામાં તેમની દીકરી રાધિકા રૂપાણીએ એક પોસ્ટ શેર કરી છે. તેઓ ઘણા લાંબા સમયથી ભાજપમાં કાર્યકર તરીકે ફરજ બજાવી રહ્યા હતા અને બાદમાં મુખ્યમંત્રી બન્યા હતા પરંતુ એક દિકરી માટે તો તેના પિતા હંમેશા તેને વ્હાલ કરનાર કે તેની સાથે રમત રમનાર પિતા જ રહે છે. એમના મતે પપ્પાનો કાર્યકાળ એક કાર્યકર્તાથી શરૂ થયો અને પછી ચેરમેન, મેયર, રાજ્યસભાના મેમ્બર, ટુરીઝમના ચેરમેન, ભાજપ અધ્યક્ષ, મુખ્યમંત્રી વગેરેથી સીમીત છે પણ મારી નજરે પપ્પાનો કાર્યકાળ ૧૯૭૯ મોરબી હોનારતથી ચાલુ કરી અમરેલી અતિવૃષ્ટિ, કચ્છ ભૂકંપ, સ્વામીનારાયણ મંદિરનો આતંકવાદી હુમલો, ગોધરાકાંડ, બનાસકાંઠાની અતિવૃષ્ટિ, તાઉતે, કોરોનામાં પણ પપ્પા બધે ખડેપગે ઉભા રહ્યા છે.આજે પણ મને યાદ છે કે કચ્છના ભૂકંપ વખતે મારા ભાઇ ઋષભને સ્કુલના સભ્ય સાથે ઘરભેગો કરી એ પોતે રાજકોટમાં ભૂકંપની અસર અને મદદ કરવા નીકળી ગયા હતા.

પોતાના ભત્રીજાના લગને Second priority માનીને ભૂકંપના બીજા દિવસે ભચાઉની ઇચાર્જ તરીકેની જવાબદારી સ્વીકારી હતી. મને અને મારા ભાઇને એક એક દિવસ સાથે લઇ જઇ ભૂકંપની વાસ્તવિકતા સમજાવી હતી અને અમને રાહતફંડમાં લોકો સાથેુ બેસાડી જમાડ્યા હતા.નાનપણમાં અમે રવિવાર ક્યારેય રેષકોર્સની પાળીએ કે થીયેટરમાં નહોતો માણ્યો.

મમ્મી-પપ્પા અમને કોઇપણ બે ભાજપના કાર્યકર્તાના ઘરે લઇ જતા. આ એમને રીવાજ હતો. સ્વામીનારાયણ મંદિરના આતંકવાદી હુમલા વખતે My father was the first person to visit even before Modiji visited the premises. મને સાથે લઇ ગયા હતા કે અમે reality અને લોકસંવાદના અનુભવીએ. અમારા ભણતરમાં પણ મમ્મી-પપ્પાનો ખૂબ ફાળો રહ્યો. Professional or Master degree was a must in our household. અમે ભણી અને પગભર થઇએ પછી જ We were allowed to even think about other trivial things. આજે અમે બંને ભાઇ-બહેન અમારા ફિલ્ડમાં settled છીએ, અમે down to earth છીએ, all thanks to our parents.

આજે પણ મને યાદ છે કે રાજકોટમાં રોડ પર પપ્પા સાથે સ્કૂટર પર જતા હોઇએ અને જો રોડ પર ક્યાંક કોઇ અકસ્માત કે ઝઘડો થયો હોય તો સ્કુટર ઉભુ રાખીને પપ્પા ભીડ વચ્ચે જશે જરૂરી સૂચના આપશે. Ambulance મગાવશે. એમનો એ સ્વાભવ આજકાલનો નથી એ એમનો જન્મજાત સ્વભાવ છે. હંમેશા clear thinking અને લોકોને મદદ કરવાનો સ્વભાવ.કાલે મે એક ન્યુઝ હેડલાઇન વાંચી – Vijaybhai’s soft spoken image worked against him. મારે એક સવાલ પૂછવાનો છે એમને, શુ રાજકારણી ઓએ સંવેદનશીલતા, શાલીનતા ન રાખી જોઇએ ? Isn’t it a necessary quality we need in a leader ? સમાજના બધા સ્તરના લોકો આવીને સહજતાથી મળી શકે એવુ વ્યક્તિત્વ એટલે Soft spoken image ? જયાં જ્યાં દાદાગીરી કે ગુનાની વાત છે ત્યાં એમણે કડક પગલા ભર્યા છે. અમારા household માં ઘણીવાર discussion થયુ છે કે જ્યારે આટલું બધુ corruption, negativity Indian politics માં prevalent છે. ત્યારે સાદુ વ્યક્તિત્વ અને સાદો સ્વભાવ – will it survive ? will it be enough ? પણ હંમેશા પપ્પાએ એક જ વાત કરી છે કે Politics અને નેતાની ઇમેજ Indian movies and age old perception થી ગુંડા અને સ્વછંદી લોકો જેવી બનાવી દેવામા આવી છે, આપણે એ જ perception બદલવાનું છે. પપ્પાએ ક્યારેય જૂથબંધી કે કાવાદાવાને સમર્થન આપ્યુ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed