ભુપેન્દ્ર પટેલનું CM તરીકે નામ જાહેર થતા વિજય રૂપાણીએ કહ્યું આવું-જાણો અહીં

0

ભુપેન્દ્ર પટેલનું CM તરીકે નામ જાહેર થતા વિજય રૂપાણીએ કહ્યું આવું-જાણો અહીં,ગુજરાતના 17માં મુખ્યમંત્રી તરીકે પદનામિત થયેલા ઘાટલોડીયા વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ પર શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે.ત્યારે, ગુજરાતના કાર્યકારી મુખ્યમંત્રી વિજય રુપાણીએ પણ તેઓને અભિનદન પાઠવ્યા છે.

રુપાણીએ શુભેછા આપતા કહ્યું કે, ભૂપેન્દ્ર ભાઈ એક સૌમ્ય વ્યક્તિત્વ છે અને બહોળો રાજકીય અનુભવ પણ ધરાવે છે. ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતના વિકાસને વેગ મળશે.ભાજપ આગામી ચૂંટણી તેઓના માર્ગદર્શનમાં લડશે અને ભવ્ય વિજય મેળવશે તેવી શ્રદ્ધા વ્યક્ત કરી હતી.રવિવારે મુખ્યમંત્રી પદે પદનામિત થયેલા ભૂપેન્દ્ર પટેલ સોમવારે શપથ ગ્રહણ કરશે.તેઓ માત્ર એકલા જ શપથ લેશે

ત્યાર બાદ મંત્રી મંડળના વિસ્તરણને લઈને ચર્ચા હાથ ધરશે.આ સાથે જ પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, DyCMના પદ માટે કોઈ ચર્ચા નથી થઈ આગામી સમયમાં નવા મંત્રી મંડળ અંગે ચર્ચા કરાશે અને ત્યારબાદ નક્કી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed