સુરતના રત્નકલાકારના અંગ દાનથી 4 લોકોની જીંદગી બચી, ઓમ શાંતિ લખીએ

0

સુરતના રત્નકલાકારના અંગ દાનથી 4 લોકોની જીંદગી બચી, ઓમ શાંતિ લખીએ,અંગદાનમાં અગ્રેસર રહેતા સુરતમાંથી બ્રેઈનડેડ જાહેર થયેલા રત્નકલાકારના અંગોનું દાન કરવામાં આવ્યું છે. લેઉવા પટેલ સમાજના રત્નકલાકાર બ્રેઈનડેડ મનસુખભાઈ ઝીણાભાઈ કાથરોટીયાના પરિવારે તેમના ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન અપાયું છે.

સુરતથી ચેન્નાઈનું 1610 કિ.મીનું અંતર 160 મિનીટમાં કાપીને ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ ઇન્દોરની રહેવાસી 51 વર્ષીય મહિલામાં ચેન્નાઈની MGM હોસ્પીટલમાં કરવામાં આવ્યું હતું. દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી 54 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની IKDRCમાં કરવામાં આવ્યું હતું.મનસુખભાઈને બીજી ઓગસ્ટના રોજ સાંજે 8.30 કલાકે બ્રેઈનસ્ટ્રોકનો હુમલો આવતા પરિવારજનોએ તેમને તાત્કાલિક કામરેજમાં આવેલ સ્ટાર હોસ્પિટલમાં દાખલ કર્યા. નિદાન માટે સિટી સ્કેન અને MRI કરાવતા લકવાનો હુમલો થયો હોવાનું નિદાન થયું હતું. ત્યાંથી વધુ સારવાર માટે તા.4 ઓગસ્ટના રોજ વિનસ હોસ્પીટલમાં ન્યુરોફીજીશિયન ડૉ.રાકેશ ભારોડીયાની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી.

સારવાર દરમિયાન ખેંચ આવતા નિદાન માટે સીટી સ્કેન કરાવતાં બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું.6 ઓગસ્ટના રોજ ડોક્ટરોએ મનસુખભાઈને બ્રેનડેડ જાહેર કરતા ડોનેટ લાઈફની ટીમે મનસુખભાઈના પત્ની રીટાબેન તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવતા પરિવારજનોએ તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો,દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી 54 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની IKDRC માં ડૉ.પ્રાંજલ મોદી, ડૉ. વૈભવ સુતરીયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. જયારે દાનમાં મેળવવામાં આવેલી કિડનીમાં લોહીના ગઠ્ઠા જમા થઇ ગયા હોવાને કારણે બંને કિડની ખરાબ થઇ ગઈ હતી., તેને કારણે કિડનીઓનું ટ્રાન્સપ્લાન્ટ થઇ શક્યું નહોતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed