ગુજરાતમાં દુકાળના એંધાણ, જાણો હવામાન વિભાગ નું શું છે મંતવ્ય

0

ગુજરાતમાં દુકાળના એંધાણ, જાણો હવામાન વિભાગ નું શું છે મંતવ્ય,ચોમાસું પૂરું થવાને લગભગ 52 દિવસ બાકી છે ત્યારે રાજ્યના 12 તાલુકા એવા છે, જ્યાં 10 ઇંચથી ઓછો વરસાદ થયો છે.

રાજ્ય સરકારના મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના 11 જૂન, 2021ના ઠરાવ મુજબ જે તાલુકામાં સીઝનનો 10 ઇંચથી ઓછો વરસાદ થાય અથવા 31 ઓગસ્ટ સુધીમાં જો કોઇ તાલુકામાં સતત 28 દિવસ સુધી વરસાદ ન નોંધાય તો એ તાલુકાને દુષ્કાળગ્રસ્ત ગણવામાં આવે છે. આજની સ્થિતિએ ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના 4, પાટણ જિલ્લાના 6 અને બનાસકાંઠા જિલ્લાના 7 તાલુકાના માથે દુષ્કાળનું સંકટ ઘેરાયું છે.

ઉત્તર ગુજરાતમાં અત્યારસુધીની ચોમાસું સીઝનમાં વરસાદના 5 રાઉન્ડ પૈકી 2 જ રાઉન્ડમાં સારો વરસાદ થયો છે, જ્યારે 3 રાઉન્ડ નિષ્ફળ જતાં સતત વરસાદની ખેંચ વર્તાઈ રહી છે. આ સાથે દુષ્કાળનાં એંધાણ પણ પ્રબળ થઇ રહ્યા છે. દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા બાદ જે-તે વિસ્તારમાં જે ખેડૂતોને 33%થી 60% પાક નુકસાન હોય તો રૂ.20 હજાર તેમજ 60%થી વધુ નુકસાન હોય તો રૂ.25 હજાર સહાય ચૂકવાય છે.આ ચુકવણું એક ખેડૂતની વધુમાં વધુ 4 હેક્ટર જમીનની મર્યાદામાં કરવાનું થાય છે. જોકે સિંચાઇ વિભાગ દ્વારા પિયત માટે કમાન્ડ એરિયાના ખેડૂતોને દુષ્કાળની સહાય મળવાપાત્ર રહેતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed