ભારતના આ મોટા બિઝનેસમેન નીરજ ચોપડા પર ફિદા, કરી દીધી મોટી ભેટની જાહેરાત

0

ભારતના આ મોટા બિઝનેસમેન નીરજ ચોપડા પર ફિદા, કરી દીધી મોટી ભેટની જાહેરાત,ભારતની ઑલિમ્પિકમાં ટ્રેક એન્ડ ફિલ્ડમાં ગોલ્ડ મેડલ જીતવાની સવાસો વર્ષ જૂની ભૂખ ભાંગી હોય એમ જવેલીન થ્રોમાં ભારતને પ્રથમ ગોલ્ડ મળી ગયો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય ખેલાડી નીરજ ચોપરા પર તમામ દેશવાસીઓને ગર્વ છે.

ભારતના તમામ નાગરિકોના મોઢે આજે નીરજ ચોપરનું નામ રમતું થઈ ગયું છે. દેશભરમાંથી તેમના માટે અભિનંદન સંદેશા અને પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી રહી છે. મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પણ કંપનીની આગામી SUV XUV700 ને ભાલા ફેંક સ્પર્ધામાં દેશના સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાને ભેટ આપવાનું વચન આપ્યું છે. નીરજ ચોપરાએ મેડલ જીત્યાના થોડા સમય બાદ મહિન્દ્રાએ આ જાહેરાત કરી હતી.

હકીકતમાં, ટ્વિટર પર તેના એક અનુયાયીએ મહિન્દ્રાને નીરજ ચોપરાને XUV700 ભેટ આપવા કહ્યું. જેના માટે આનંદ મહિન્દ્રાએ લખ્યું, “હા બિલકુલ. અમારા ગોલ્ડન એથ્લીટને XUV700 ની ભેટ આપવી એ અમારા માટે લહાવો અને સન્માન હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed