ગાંધીનગરમાં નીતિન પટેલની મોટી જાહેરાત, ખેડૂતો માટે આવ્યા ખુશીના સમાચાર તો ડોકટરો માટે ગમના-જાણો

0

ગાંધીનગરમાં નીતિન પટેલની મોટી જાહેરાત, ખેડૂતો માટે આવ્યા ખુશીના સમાચાર તો ડોકટરો માટે ગમના-જાણ, નાયબ મુખ્યમંત્રીએ આજે મહત્વનાં નિર્ણયો અંગે પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, અત્યારના સંજોગોમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની ખેંચ છે. જે બાબતને ધ્યાને લઇને રાજ્ય સરકાર દ્વારા પાણી પણ છોડવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

તેમણે મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે ત્યારે તમામ પાકો અને પાણીની જરૂરિયાત છે. મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે ત્યારે તમામ પાકો અને પાણીની જરૂરિયાત છે ઉનાળામાં પણ સરકારે નર્મદા કેનાલ મારફતે પાણી આપ્યું હતું.ડાંગરનું ધરૂ ઊગી ગયું છે તેને પાણીની ખૂબ જરૂરિયાત છે. આ સંજોગોમાં કડાણામાં પણ લેવલ છે તેનાથી થોડુંક જ ઓછું પાણી છે પણ પાણીનો જથ્થો મર્યાદિત છે.

ગુજરાતના બધા ડેમમાંથી 30 થી 35 ટકા પાણી છે. કપરા સંજોગો 8-9 વર્ષમાં ન થઇ હોય તેવી સ્થિતિ પેદા થઇ છે. નર્મદા નિગમ પાસે સિંચાઇ માટે વધારે પાણીની માંગ કરવામાં આવી છે.

સિંચાઇ વિભાગની માંગણી અનુસાર 3000 ક્યુસેક નર્મદામાંથી અને કડાણામાંથી 3000 ક્યુસેક પાણી છોડવામાં આવશે. આ પાણી બે દિવસમાં છોડવામાં આવશે. બોન્ડેડ ડોક્ટરની હડતાળ અંગે કડક વલણ અખતિયાર કરતા નિતિન પટેલે જણાવ્યું કે, 31 જુલાઇ સુધી કોરોના પીક પર હતો પરિપત્ર કર્યો હતો કે, કોરોનાની કામગીરીમાં જોડાવા માટે સરકારે ખર્ચે ભણતા મેડિકલ કોલેજનાં વિદ્યાર્થીઓ માટે કર્યો હતો.

6 માસ કોરોના નોકરી કરી હોય તેમને એક વર્ષ ગણવામાં આવતા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બોન્ડેડ ડોક્ટરની હડતાળ ખોટી અને બિનકાયદેસર હોવાનું જણાવ્યું હતું. જે ડોક્ટરો ગ્રામ્ય વિસ્તારમાં સેવા આપવા ન ઇચ્છતા હોય તેઓ 40 લાખ રૂપિયા આપીને તેમાથી મુક્તિ મેળવી શકે છે તેવી પણ તેમણે ટકોર કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed