ઇન્ડિયાની ટિમ માંથી આ ગુજરાતી ખેલાડીની છુટ્ટી કરી દયો, ગાવસ્કરે આપ્યું મોટું કારણ

0

ઇન્ડિયાની ટિમ માંથી આ ગુજરાતી ખેલાડીની છુટ્ટી કરી દયો, ગાવસ્કરે આપ્યું મોટું કારણ,સુનીલે કહ્યું કે ટેસ્ટમાં પુજારાની જગ્યાએ કોઇ બીજા બેટ્સમેનને તક આપવી જોઇએ.

ગવાસ્કરે કહ્યું કે જો પુજારાની રમવાની રીત કામ ન કરી રહી હોય તો કોઇ બીજા ખેલાડીને તક આપવી જોઇએ. મજબૂત ડિફેન્સ અને ટેકનીક માટે પૂજારા ઓળખાય છે પરંતુ સારા બોલ પર પણ રન ન બનાવી શકવાના કારણે તેને ટીકાનો સામનો કરવો પડ્યો છે.

પૂજારાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં ખરાબ પ્રદર્શન કર્યુ હતુ, જે બાદ તેને લોકોની આલોચનાનો સામનો કરવો પડ્યો હતો. પુજારાને ટેસ્ટ ટીમની બહાર કરી દેવાની માગ ઉઠી છે. ગવાસ્કરે કહ્યું કે જો ટીમને ચેતેશ્વ પુજારાની ટેકનીક પર ભરોસો નથી તો તે કોઇ બીજા ખેલાડીને અજમાવી શકે છે.

પૂજારા 2 વર્ષમાં એક પણ વાર શતક નથી મારી શક્યો તેણે 2018ની મૅચમાં છેલ્લીવાર 100 રન કર્યા હતા.પુજારાના આ પ્રકારના પ્રદર્શન બાદ તેના કરિયર પર પૂર્ણવિરામ મુકાવાની શક્યતાઓ વધી ગઇ છે. કારણકે વિરોધી ટીમ પર હાવી થવા માટે ડિફેન્સીવ થવાની નહી પરંતુ રન બનાવવાની જરૂર છે પરંતુ પુજારાની બેટિંગમાં કોઇ દમ નથી.

ટોપ ઓર્ડર ભારતની તાકાત છે જે ટેસ્ટ મેચમાં સતત ફ્લોપ થઇ રહ્યું છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઇનલમાં ચેતેશ્વર પૂજારાએ 36મા બોલ પર પોતાનું ખાતુ ખોલ્યુ હતુ. પુજારાના આ પ્રદર્શન બાદ તેના કરિયર પર પૂર્ણવિરામ લાગી શકે છે.

ચેતેશ્વર પુજારાએ છેલ્લીવાર 2018માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન શતક માર્યુ હતુ. ત્યારે સિડનીમાં 193 રન માર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed