માત્ર 8 હજારમાં ચાનો બિઝનેસ શરૂ કર્યો, ચાર વર્ષમાં આ અમદાવાદી બન્યો કરોડપતિ, જાણો સ્ટોરી

0

માત્ર 8 હજારમાં ચાનો બિઝનેસ શરૂ કર્યો, ચાર વર્ષમાં આ અમદાવાદી બન્યો કરોડપતિ, જાણો સ્ટોરી,ચાનો સ્ટોલ લગાવીને વધુમાં વદુ કેટલા રૂપિયાનો બિઝનેસ કરી શકાય? હજાર- બે હજાર? કોઈ પણ ગામ કે શહેરમાં એવો એક ચા વાળો હોય જ છે જે ખૂબ જ ફેમસ હોય છે.

લોકો મોટાભાગે તેની ચાના ચર્ચા કરતા રહે છે અને બહારથી ક્યારેય પણ કોઈ આવે તો ત્યાંથી ચા પીવે છે.અમદાવાદના પ્રફુલ્લ બિલૌરે ઘણા સંઘર્ષોને પાર કરીને સફળતાનો શિખર સર કર્યો છે. તેમની સફળતાની કહાણી પણ ખૂબ જ રસપ્રદ છે. તે કોલેજમાં હતા, ફેલ થયા બાદ તેમણે અભ્યાસ છોડી દીધો અને હવે ચા વેચવા લાગ્યા છે.

ચા પણ એવી વેચી કે હાલ આખો દેશ તેમની ચાની ચર્ચા કરી રહ્યો છે. તેમને ‘ચા વાળા’ના નામથી ઓળખવામાં આવે છે. ફક્ત 4 વર્ષમાં તેમણે પોતાની 3 કરોડની કંપની બનાવી લીધી છે. તેમની કહાણી ખૂબ જ ઈન્સ્પાયરિંગ છે.કેટની પરીક્ષામાં સતત ફેલ થવાના કારણે તે નિરાશ થઈ ગયા. થોડા અઠવાડિયાઓ સુધી તેમણે પોતાને એક રૂમમાં બંધ કરી લીધું.તે ઘણા દિવસો સુધી પરેશાન રહ્યા. આખરે તેમને અમદાવાદમાં પિત્ઝાની દુકાનમાં 37 રૂપિયા પ્રતિ કલાકની નોકરી મળી ગઈ. કામ હતું ડિલિવરી બોયનું. તેમાં તેમનું પ્રમોશન પણ થયું પરંતુ તેમને કંઈક અલગ કરવું હતું.

કંઈક પોતાનું કરવું હતું. એવામાં તેમણે પોતાનો બિઝનેસ શરૂ કરવાનું વિચાર્યું. પરંતુ તેમની પાસે પૈસા ન હતા. ઓછી રકમમાં બિઝનેસ ઉભો કરવાની ઈચ્છામાં પછી તેમને ચાની દુકાનનો આઈડીયા આવ્યો. તેમના પેરેન્ટ્સ પાસેથી 8000 રૂપિયા લીધા અને અમદાવાદના એસજી હાઈવે પર ચાનો ગલ્લો શરૂ કર્યો.

એવામાં તેમણે નિર્ણય કર્યો કે ચા પીવા માટે લોકો તેમની પાસે આવે કે ન આવે તેમની ચા લોકો સુધી પહોંચશે. તેમણે જણાવ્યું કે તે જ્યારે ચા લઈને લોકોની પાસે જતા અને તેમની સાથે ઈંગ્લિશમાં વાત કરતા જોતા તો તે ચોંકી ઉઠતા હતા. આ રીતે ધીરે ધીરે પ્રફૂલ્લના ગ્રાહકો વધવા લાગ્યા અને તેમની કમાણી દર મહિને હજારોમાં પહોંચી ગઈ. પ્રફુલ્લનો આઈડીયા ખૂબ ફેમસ થઈ ચુક્યો છે. લોકો તેમની ફ્રેન્ચાઈઝી લેવા માટે તૈયાર રહે છે. આખા દેશમાં તેમની કુલ 11 ફ્રેન્ચાઈઝી છે. આટલું જ નહીં ક્રિપ્ટોકરન્સી અને શેર બજારમાં પણ ઈન્વેસ્ટ કરે છે. પ્રફુલ્લનું એક સપનું છે. તે ઈચ્છે છે કે હાર્ટ, કેન્સર જેવી ગંભીર બિમારીઓથી પીડિત લગભગ 100 લોકો માટે તે 1થી લઈને 10 લાખ રૂપિયા સુધીનું ફંડ ભેગુ કરવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed