વજુભાઇ વાળા એ 2022 માટે આપ્યા સંકેત? CM વિજય રૂપાણીને લઈને આવ્યું મોટું નિવેદન

0

વજુભાઇ વાળા એ 2022 માટે આપ્યા સંકેત? CM વિજય રૂપાણીને લઈને આવ્યું મોટું નિવેદન,ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે લાંબા સમયનાં વિરામ બાદ ભારતીય જનતા પાર્ટીનાં દિગ્ગજ નેતા વજુભાઈ વાળાની રાજ્યની રાજનીતિમાં ફરીવાર એન્ટ્રી થઈ ગઈ છે.

એક બાજુ પાટીદાર મુખ્યમંત્રીની માંગણીઓ અને બીજી બાજુ મહામારી બાદ પ્રજામાં રોષ તથા આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહેલા દાવાઓની વચ્ચે ભારતીય જનતા પાર્ટી માટે આ વખતે ઘણા બધા પડકારો છે ત્યારે સૌરાષ્ટ્રમાં ભાજપ માટે રણનીતિ ઘડી શકે તેવા મોટા નેતાની એન્ટ્રી થઈ ગઈ છે

વજુભાઈ વાળા પોતે પણ સંગઠનમાં કામ કરવા તૈયાર છે ત્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને લઈને વજુભાઈએ મોટું નિવેદન આપ્યું છે. વજુભાઈએ કહ્યું પાર્ટીનાં કાર્યકર્તાને સમયમર્યાદા હોતી જ નથી, પાર્ટી જેમ નક્કી કરે તે પ્રકારે કામ કરે.CM રૂપાણીને લઈને વજુભાઈએ કહ્યું કે જેને જે પ્રમાણપત્ર આપવું હોય એ આપે હું તો એટલું જ કહીશ કે ભાજપને સંતોષ થાય અને સંતોષ થયો જ છે એવા અમારા મુખ્યમંત્રી ચાલુ છે અને ચાલુ રહેશે. તેઓએ કહ્યું કે હું ક્યારેય નિવૃત નહીં થાઉં.

હું કર્મયોગી માણસ છું, મારુ કામ કરતો રહીશ. અને હું કાર્યકર્તા તરીકે ચાલુ રહીશ. અને મને પક્ષ કહેશે એ કામ કરતો રહીશ. પાર્ટી મારી અપેક્ષા પૂર્ણ કરે તે જરૂરી નથી. વિજયભાઇનું કામ સારું રહ્યું છે. તો એવું પણ જણાવ્યું હતું કે, હું ભાજપ સાથે જ રહીને કામ કરીશ. ભાજપ જે કામ સોંપશે તે કામ કરતો રહીશકારડીયા રાજપૂત સમાજની બેઠક મુદ્દે વજુભાઈ વાળાએ નિવેદન આપ્યું હતું કે, હું તનતોડ મહેનત કરાવું છું. સાથે જ તેમણે કહ્યું હતું કે, સમસ્ત રાજપૂત સમાજ એક થાય એ અમારો ઉદ્દેશ્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed